Site icon Revoi.in

બ્રાઝિલમાં પ્લેન ક્રેશમાં ફુટબોલ ક્લબના પ્રમુખ અને ચાર ખેલાડીઓના મોત

Social Share

દિલ્હીઃ બ્રાઝિલના ઉત્તરી શહેર પાલમાસ નજીક એક વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ફૂટલોબ ક્લબના પ્રમુખ અને ચાર ખેલાડીઓના મોત થયા હતા. આ દૂર્ઘટનામાં વિમાનના પાયલોટનું પણ મોત થયું હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બ્રાઝિલિયન ફૂટબોલ ક્લબના પ્રમુખ લુકાસ મીરા અને ચાર ખેલાડીઓ લુકાસ પ્રેક્સીડેસ, ગુઈલહેમ નોએ, રાનુલ અને માર્કસ મોલિનારી વિમાનમાં ગોએનીયા સિટી જતા હતા. પાલમાસ અને વિલા નોવા સામે કોપા વર્ડે મેચ માટે જતા હતા ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી. પ્લેન પાલમાસ નજીક ટોકેનટેન્સ એરફિલ્ડ પરથી ટેક ઓફ થયા બાદ તરત જ ક્રેશ થયું હતું અને તેમના મોત થયાં હતા.  સ્થાનિક મીડિયા અનુસાર આ ખેલાડીઓ અને ક્લબ પ્રમુખ, ટીમથી અલગ મુસાફરી કરી રહ્યા હતા, કારણ કે તે કોવિડ -19 ટેસ્ટમાં પોઝીટીવ હતા અને સંસર્ગનિષેધમાં હતા.

Exit mobile version