Site icon Revoi.in

વડાપ્રધાન આજે ‘ગ્લોબલ સિટિઝન લાઈવ’ પર વીડિયો સંબોધન કરશે

Social Share

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2021ની સાંજે ‘ગ્લોબલ સિટીઝન લાઈવ’ કાર્યક્રમમાં એક વીડિયો સંબોધન આપશે. ‘ગ્લોબલ સિટિઝન’ વકીલોનું એક વૈશ્વિક સંગઠન છે, જે મહદ્અંશે ગરીબીને સમાપ્ત કરવા માટે કાર્યરત છે. ‘ગ્લોબલ સિટિઝન લાઈવ’ એ 24 કલાકનો કાર્યક્રમ છે જે 25 અને 26 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે અને મુંબઈ, ન્યૂયોર્ક, પેરિસ, રિયો ડી જાનેરો, સિડની, લોસ એન્જલસ, લાગોસ અને સિઉલ સહિત મુખ્ય શહેરોના લાઈવ કાર્યક્રમો તેમાં સામેલ થશે. આ કાર્યક્રમ 120 દેશો અને અનેક સોશિયલ મીડિયા ચેનલો પર પ્રસારિત કરવામાં આવશે.

જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધનમાં કોરોનાવાયરસ, અફ્ઘાનિસ્તાન તથા અન્ય મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે તેમ છે. કોરોનાવાયરસના સંક્રમણથી લડતા ભારતનો વિકાસ હવે ફરીવાર પાટા પર આવી રહ્યો છે તો દેશહીતમાં કે જેમાં દેશમાં વેપાર-ધંધો-રોજગારી વધે તે મુદ્દે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરી શકે છે.