Site icon Revoi.in

ઈન્ટરનેટ યૂઝર્સની ખાનગી માહિતી પર વર્તાતા જોખમને લઈને ક્વાડ દેશોએ સાઈબર સુરક્ષા અભિયાન શરુ કર્યું

Social Share

દિલ્હીઃ- વિશઅવભરમાં સાયબર સુરક્ષા પણ આતંકવાદ પછીનો બીજો મોટો  મુદ્દો છે ત્યારે હવે ક્વાડ દેશો દ્રારા આ મુદ્દા પર ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસના ચતુર્ભુજ સુરક્ષા સંવાદ જૂથે સભ્ય દેશોમાં સાયબર સુરક્ષા સુધારણા માટે સામૂહિક અભિયાનની જાહેરાત કરી છે.

યુએસ નેશનલ સિક્યુરિટી એડવાઈઝરજેક સુલિવને કહ્યું, “સભ્ય દેશોમાં સાયબર સુરક્ષા વધારવા માટે અમે સાયબર ચેલેન્જ ઈનિશિએટિવ માટે ‘ક્વાડ’ પાર્ટનર્સ સાથે આવ્યા છીએ.” સાથે મળીને, અમે લોકોને અને કંપનીઓને પોતાના અને અમારા વપરાશકર્તાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ બનાવવા માટે સરળ પગલાં લેવા કહીએ છીએ.

મળતી  વિગત અનુસાર અને વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે, ‘ક્વાડ સાયબર ચેલેન્જ’ અભિયાન હેઠળ, ઈન્ડો-પેસિફિક અને અન્ય પ્રદેશોના ઈન્ટરનેટ વપરાશકર્તાઓને સુરક્ષિત અને જવાબદારીપૂર્વક સાયબર વિશ્વમાં જોડાવા અને તેનો ઉપયોગ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

વિશ્વભરના ઈન્ટરનેટ યુઝર્સ સાયબર ક્રાઈમ અને અન્ય સાયબર ધમકીઓનું લક્ષ્ય છે, જેના કારણે દર વર્ષે ટ્રિલિયન ડોલરનું નુકસાન થાય છે અને સંવેદનશીલ અને ખાનગી માહિતી પર લીક થવાનો ખતરો રહેલો  છે, જેને લઈને આ પહેલ લોકોમાં સાયબર સુરક્ષા જાગૃતિ વધારવા તેમજ અર્થતંત્રો અને વપરાશકર્તાઓને લાભ પહોંચાડવા માટે વધુ સુરક્ષિત અને સ્થિતિસ્થાપક સાયબર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ક્વાડના સતત પ્રયાસોને પ્રતિબિંબિત કરી રહ્યા છે.