Site icon Revoi.in

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસ બની રસપ્રદ,દિગ્વિજય સિંહ પણ લડશે ચૂંટણી

Social Share

દિલ્હી:કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી રસપ્રદ બની રહી છે.હવે એ વાત સામે આવી છે કે દિગ્વિજય સિંહ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે.તેઓ ટૂંક સમયમાં ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે.હાલમાં દિગ્વિજય સિંહ રાહુલ ગાંધી સાથે ‘ભારત જોડો યાત્રા’માં ભાગ લઈ રહ્યા હતા.હવે તે આજે રાત્રે દિલ્હી પરત આવી જશે. ત્યાર બાદ આવતીકાલે તેઓ ઉમેદવારી નોંધાવી શકે છે.

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની રેસમાં શશિ થરૂર અને અશોક ગેહલોતના નામ સામે આવી રહ્યા હતા.પરંતુ રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટીની અંદરના હંગામા બાદ અશોક ગેહલોતના ચૂંટણી લડવા પર શંકા છે.બીજી તરફ શશિ થરૂરના ઉમેદવાર કન્ફર્મ હોવાનું માનવામાં આવે છે.તેઓ 30 સપ્ટેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવવાના છે.

થરૂર, ગેહલોત ઉપરાંત મુકુલ વાસનિક, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલના નામ પણ રાષ્ટ્રપતિ પદની રેસમાં દેખાઈ રહ્યા હતા. આ યાદીમાં દિગ્વિજય સિંહનું નામ પણ હતું, જે હવે કન્ફર્મ થઈ ગયું છે.

 

Exit mobile version