Site icon Revoi.in

રાજ્યમાંથી છેવટે વરસાદે લઈ લીધી વિદાય – હવામાન વિભાગે કરી જાહેરાત

Social Share

અમદાવાદઃ-  ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું વિલંબીત થયું હતું, શરિાતમાં વરસાદે ઘણી રાહ જોવડાવી હતી જો ક્ત્યાર બાદ ચોમાસાના અંતમાં વરસાદે માજા મૂકી હતી જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષઇણ ગુજરાતમાં ભારે વરસાદ સર્જાયો હતો. આ સાથે જ વાવાઝોડા સહીત ભારેપવન સાથે વરસાદ ફૂંકાયા બાદ હવે જાણે ગરમીએ માજા મૂકી હોય તેમ જોઈ શકાય છે.

છેલ્લા 4 થી 5 દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો નથી,જો કે ગરમીનો પ્રકોપ વધતો જોવા મળ્યો છે, હાલ શિયાળાનો આરંભ થવાને આરે છે ત્યારે સુર્યના કિરણો માથા પર પડી રહ્યા છે અને ગરમીનો પારો વધારી રહ્યા છે,

આ સાથે જ 6 થી નૈઋત્યના ચોમાસાની વિદાયનો પ્રારંભ રાજસ્થાનથી થયા બાદ ગુજરાતમાંથી પણ હવે ચોમાસું પાછું ખેંચાઇ રહેલું જોી શકાય છે. ગુજરાતના મોટા શરેહો જેમાં રાજકોટ,પોરબંદર અને ગાંધીનગરમાંથી વરસાદની સાથે જ ચોમાસાએ વિદાય લીધેલી જોઈ શકાય છે.

ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા પણ આ બાબતે સત્તાવાર નિવેદન આપવામાં આવી ચૂક્યું છે કે  સમગ્ર રાજ્યમભરમાંથી ચોમાસાએ વિદાય લીધી છે.આ સમગ્ર બાબતને લઈને હવામાનવિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ સમાચાર પ્રમાણે 13 ઓક્ટોબર એટલે કે આજથી ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો અંત  આવી ચૂક્યો છે. દેશના ઘણા ભાગોમાંથી હવે ચોમાસું પાછું ખેંચાતું જોવા મળી રહ્યું છે.