Site icon Revoi.in

અજય દેવગનની કોમેડી ફિલ્મ ‘થેંક ગોડ’ ની રિલીઝ ડેટ આવી સામે – સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અજયની પહેલી વાર જોડી જામશે

Social Share

મુંબઈ –  બોલિવૂડમાં જાણે હવે ફિલ્મોની લાઈન લાગી છે એક પછી ેક ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં જોવા મળી રહી છે ત્યારે હવે અભિનેતા અજય દેવગનની અપકમિંગ કોમેડી ફિલ્મ ‘થેંક ગોડ’ની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે.

આ ફિલ્મ દિવાળીના પર્વ પર દર્શકોને સિનેમાધરોમાં જોવા મળશે. ફિલ્મ નિર્માતાઓએ આજરોજ શુક્રવારે સોશિયલ મીડિયા પર રિલીઝ અંગેની જાહેરાત કરી હતી . 

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ઈન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને અજય દેવગન પહેલીવાર સાથે જોવા મળશે. આ સિવાય રકુલ પ્રીત સિંહ પણ ‘થેંક ગોડ’માં લીડ રોલમાં હશે.

‘થેંક ગોડ’ની રિલીઝ ડેટની જાહેરાત કરતા, ટી-સિરીઝે લખ્યું – અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની આગામી ફિલ્મ ‘થેંક ગોડ’ આ દિવાળીએ રિલીઝ થવાની તૈયારીમાં છે. ભૂષણ કુમાર, ઈન્દ્ર કુમાર અને અશોક ઠાકરે દ્વારા નિર્મિત આ ફિલ્મ તમને હસાવવાની સાથે-સાથે તમારું મનોરંજન પણ કરશે.

અજય દેવગનની ફિલ્મ ‘થેંક ગોડ’ને સોલો રિલીઝ નથી મળી રહી. તેની ટક્કર અક્ષય કુમારની ‘રામ સેતુ’ સાથે થશે. હા, આ વર્ષે દિવાળી પર દર્શકોને અક્ષય કુમાર અને અજય દેવગન વચ્ચેની ટક્કર જોવા મળશે.