Site icon Revoi.in

‘વિક્રમ વેધા’ના ટીઝરની રિલીઝ ડેટ આવી સામે

Social Share

6 ઓગસ્ટ,મુંબઈ:બોલિવૂડની દૃષ્ટિએ 11 ઓગસ્ટની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ દિવસોમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે મોટા સ્ટાર આમિર ખાન અને અક્ષય કુમાર બોક્સ પર ટક્કર આપવા જઈ રહ્યા છે. આમિર ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે ચાર વર્ષ પછી મોટા પડદે પરત ફરી રહ્યો છે, ત્યારે અક્ષય તેની ફિલ્મ ‘રક્ષા બંધન’ દ્વારા તેને પડકાર આપવા માટે તૈયાર છે.આ સિવાય એક અન્ય સુપરસ્ટાર છે જે આ દિવસે મોટા પડદા પર જોવા મળવાનો છે.આ એક્ટર બીજું કોઈ નહીં પણ  હૃતિક રોશન છે.

હૃતિકની ફિલ્મ ‘વિક્રમ વેધા’ માટે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.દર્શકોની આ નિરાશાને જોતા નિર્માતાઓએ તેનું ટીઝર રિલીઝ કરવાની તૈયારી કરી લીધી છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનું ટીઝર 11 ઓગસ્ટે લાલ સિંહ ચઢ્ઢા અને રક્ષાબંધન સાથે જોવા મળશે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,ફિલ્મ સાથે ટીઝરને જોડવામાં આવ્યું નથી, પરંતુ આ માટે થિયેટરોને અલગથી વિનંતી કરવામાં આવી હતી, જેને થિયેટરોએ સ્વીકારી લીધી છે.હૃતિક અને સૈફ અલી ખાન અભિનીત વિક્રમ વેધા આ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંથી એક છે.

રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે,ફિલ્મનું ટીઝર માત્ર થિયેટરોમાં જ નહીં પરંતુ ઓનલાઈન પણ રિલીઝ કરવામાં આવશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,તેનું ટીઝર સિનેમાઘરોના એક કે બે દિવસ પહેલા એટલે કે 9 કે 10 ઓગસ્ટે ઓનલાઈન રિલીઝ થઈ શકે છે.

નોંધનીય છે કે,હૃતિકની વિક્રમ વેધા સાઉથમાં આ જ નામની ફિલ્મની રિમેક છે.આ ફિલ્મમાં હૃતિક ઉપરાંત સૈફ અલી ખાન, રાધિકા આપ્ટે, ​​રોહિત સરાફ, શારીબ હાશ્મી જોવા મળશે.તેનું નિર્દેશન ગાયત્રી અને પુષ્કરે કર્યું છે. મૂળ ફિલ્મ પણ આ બંનેએ જ ડિરેક્ટ કરી હતી.

 

Exit mobile version