Site icon Revoi.in

અભિનેતા રાજકુમારની ફિલ્મ ‘હિટ ઘ ફર્સ્ટ કેસ’ આવતા મહિને સિનેમાઘરોમાં થશે રિલીઝ

Social Share

મુંબઈઃ-  બોલિવૂડ અભિનેતા રાવ આવતા મહિને ફરી એકવાર બોક્સ-ઓફિસ પર ધમાલ મચાવા રેડી છે. રાજકુમારને તેની હોરર કોમેડી ફિલ્મ ‘સ્ત્રી’ પછી એક હિટ ફિલ્મની જરૂર છે. કારણ કે તેમની ફિલ્મ ‘રૂહી’ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. આ દરમિયાન તેમની ચાર ફિલ્મો સીધી OTT પર રિલીઝ થઈ હતી. આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી રાજકુમારની ફિલ્મ ‘બધાઈ દો’ પણ ફ્લોપ રહી અને હવે વારો છે ‘હિટ ધ ફર્સ્ટ કેસ’નો.

દિગ્દર્શક અનુભવ સિન્હાની રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ ‘ભીડે’ પણ આ વર્ષે રિલીઝ થવાની છે, રાજકુમાર રાવની નવી ફિલ્મ ‘હિટ ધ ફર્સ્ટ કેસ’નું મોશન પોસ્ટર શનિવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં રાજકુમારની સાથે અભિનેત્રી સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં છે. 

જો ફિલ્મની સ્ચટોરીની વાત કરી એ તો  વાર્તા એક પોલીસ કર્મચારીની છે જે ગુમ થયેલી છોકરીને શોધી રહ્યો છે. નિર્માતાઓએ શનિવારે ફિલ્મમાં રાજકુમાર રાવના પાત્ર વિક્રમનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો.

 દિગ્દર્શક ડૉ. શૈલેષ કોલાનુની ફિલ્મ T-Series દ્વારા રિલીઝ કરવામાં આવી રહી છે અને તેના નિર્માતાઓમાં T-Seriesના ભૂષણ કુમાર, ક્રિશન કુમાર ઉપરાંત દક્ષિણના પ્રખ્યાત નિર્માતા દિલ રાજુ તેમજ કુલદીપ રાઠોડનો સમાવેશ થાય છે.

ફિલ્મ ‘હિટ ધ ફર્સ્ટ કેસ’ બોક્સ-ઓફિસ પર તેના હીરો રાજકુમાર રાવની ખૂબ જ કઠિન પરીક્ષા લેવા જઈ રહી છે. ફિલ્મ ‘સ્ત્રી’ બાદ રાજકુમારની ફિલ્મોની શરૂઆત સતત નબળી પડી રહી છે. આ ફિલ્મ સિવાય રાજકુમાર રાવની થિયેટરોમાં રિલીઝ થયેલી છેલ્લી સાત ફિલ્મો છે ‘બધાઈ દો’, ‘શિમલા મિર્ચી’, ‘મેડ ઇન ચાઇના’, ‘જજમેન્ટલ હૈ ક્યા’, ‘એક લડકી દેખા તો ઐસા લગા’, ‘5 વેડિંગ્સ’. ‘ અને ‘લવ સોનિયા’ સતત ફ્લોપ રહી છે.