Site icon Revoi.in

આર માધવનની ફિલ્મ “ઘોખા રાઉન્ડ ડી કોર્નર’ની રિલીઝ ટેડ આવી સામે – ફિલ્મ નિર્માતા ભૂષણ કુમારની પુત્રી ખુશાલી કુમારની આ ડેબ્યૂ ફિલ્મ

Social Share

 

મુંબઈઃ- બોલિવૂડ સ્ટાર આર માધવન છેલ્લા ઘમા સમયથી સમાચારની હેડલાઈનમાં છે, ચારેતરફ આર માધવન હાલ ચર્ચામાં છે જેનું કારણ છે તેમની ફિલ્મ રોકેટ્રીઃ ઘ નંબી ઈફેક્ટ..જો કે આ ફિલ્મ સિવાય હવે આર માધવન વધુ એક ફિલ્મ લઈને દર્શકો સામે આવી રહ્યા છે.

અભિનેતા આર માધવનની નવી ફિલ્મ ‘ધોખા રાઉન્ડ ડી કોર્નર’ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.આર માધવનની ફિલ્મ ‘ધોખા રાઉન્ડ ડી કોર્નર’નું શૂટિંગ કોરોના સમયગાળા દરમિયાન શરૂ થયું હતું. 

આ ફિલ્મમાં આર માધવસ સહીત અભિનેતા અપાર શક્તિ ખુરાના, દર્શન કુમાર પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમારની કંપની T-Series દ્વારા કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે નિર્માતા ભૂષણ કુમારની પુત્રી ખુશાલી કુમાર પણ આ ફિલ્મથી ડેબ્યુ કરી રહી છે.

‘ધોખા રાઉન્ડ ડી કોર્નર’ માં દર્શકોને  ટ્વિસ્ટ અને ટર્ન અને પાત્રોના ગ્રે શેડ્સથી ભરેલો સસ્પેન્સ ડ્રામા જોવા મળશે. આ ફિલ્મ એક શહેરી કપલ જીવન પર આધારિત છે .નિર્દેશક કુકી ગુલાટી દ્વારા નિર્દેશિત આર માધવનની ફિલ્મ ‘ધોખા રાઉન્ડ ડી કોર્નર’ વિશે  આ પહેલા માહિતી સામે આવી હતી કે તે 2022ની શરૂઆતમાં રિલીઝ થશે. હાલમાં, તેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ધોખા રાઉન્ડ ડી કોર્નર 23મી સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે .

Exit mobile version