Site icon Revoi.in

મુંબઈમાં બર્ડ ફ્લૂનું જોખમ વધ્યું – 15 હજારથી વધુ પક્ષીઓનો  નાશ કરાશે

Social Share

મુંબઈઃ-  મહારાષ્ટ્રમાં ફરી એક વખત બર્ડફ્લૂે દસ્તક આપી છે, મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાોમાં બર્ડફ્લૂની પુષ્ટી થઈ છે જેને લઈને તંત્ર દોડતું થયું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે થાણે જિલ્લાના શહાપુર તાલુકાના એક ગામના ફાર્મમાં 300થી વધારે મરઘા અને બતકના મોત થતા તપાસ કરતા બર્ડ ફ્લૂ હોવાનું સામે આવ્યું હતું.

આ ઘટનાને લઈને પશુસંરક્ષ વિભાગે સાવચેતીના ભાગરુપે અહીથી એક કિલોમીટર પરિઘમાં ઓછામાં ઓછા 15 હજારથી વધુ પક્ષીઓનો નાશ કરવાનો નિર્ણય લીધો છે. તેમ જ જિલ્લાના બીજા તાલુકાઓમાં પણ બર્ડ ફ્લૂ ફેલાયો છે કે નહીં તે અંગેની તપાસ હાથ ઘરવામાં આવી ચે.

આ સાથે જ જ્યાસુધી આ પરિસ્થિતિ થાળે ન પડે ત્યા સુધી  એક કિલો મીટરના વિસ્તારમાં ચિકનના વિક્રેતાઓ અને પરિવહનનું રોજિંદું કામકાજ બંધ રાખવા જણાવાયું છે.આ સાથે જ કોી પણ પક્ષીઓમાં આ પ્રકારના સંક્રમણની ભઆળ થાય તો વિભાગને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.