Site icon Revoi.in

આજથી આસામના ગુહાવટીમાં 3 દિવસીય G-20 ની રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક થશે શરૂ

Social Share

દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ માટે દેશના 200થી વધુ શહેરોની ઓળખ કરીને તેમાં અલગ અલગ સમિટનું આોજન થઈ રહ્યું છે જેના ભાગ રુપે આજથી આસામના ગુહાવટીમાં ત્રણ દિવસીય બેઠક શરુ થવા જઈ રહી છે.

ભારતની જી 20 અધ્યક્ષતા હેઠળ રોજગાર કાર્યકારી જૂથ  બીજી બેઠક આસામના ગુવાહાટી શહેરમાં 03 થી 05 એપ્રિલ, 2023 દરમિયાન યોજાવાની છે. ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભાગ લેવા માટે 19 જી 20 સભ્ય દેશો, 7 અતિથિ દેશો અને 5 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના 72 થી વધુ પ્રતિનિધિઓ અહી આવી પહોંચ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે જી 20 માં રોજગાર કાર્યકારી જૂથની બીજી બેઠક આજરોજથી  ગુવાહાટીમાં શરૂ થશે. ત્રણ દિવસીયની આ મિટિગ માટે શહેરમાં સંપૂર્સણ તૈયારીઓ થી ચૂકી છે એમ્પ્લોયમેન્ટ વર્કિંગ ગ્રૂપની બેઠકમાં વૈશ્વિક કૌશલ્યનો તફાવત, ગિગ અને પ્લેટફોર્મ અર્થતંત્ર અને સામાજિક સુરક્ષા અને સામાજિક સુરક્ષા માટે ટકાઉ ફંડિંગ એ ટોચના ત્રણ મુદ્દા પર આયોજીત હશે

આ સહીત આ બેઠક માટે 19 G-20 સભ્ય દેશો અને અતિથિ દેશોના પ્રતિનિધિઓ ગુવાહાટી પહોંચી ચૂક્યા છે ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ બેઠકમાં ભાગ લેશે.ઉલ્લેખનીય છે કે દેશના અનેક શહેરોમાં આ પ્રકરની બેઠક સતત યોજાઈ રહી છે દેશના જેટલા શહેરોની બેઠકો માટે પસંદગી કરવામાં આવી છએ તે ઐતિહાસિક રુપે ખાસિયત ધરાવે છે,વિદેશથી આવતા મહેમાનોને બેઠક બાદ અહીની વિશેષતાઓ વિશે પણ જાણકારી આપવામાં આવી રહી છે,જેથી ભારતની વિશેષતા હવે વિશઅવભરના ખૂણે ખૂણે સુધી પહોંચી રહી છે.

Exit mobile version