Site icon Revoi.in

NCP પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી – શરદ પવાર બાદ હવે જીતેન્દ્ર આવ્હાડે એનસીપી પાર્ટી છોડી

Social Share

દિલ્હીઃ- એનસીપી પાર્ટીમાં પદ છોડવાનો સિલસિલો જારી છે, જિતેન્દ્ર આવ્હાડે NCPના મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું કે મારી સાથે થાણે શહેરના તમામ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે આવ્હાડે પોતાનું રાજીનામું જયંત પાટિલને મોકલી દીધું છે.

આ પહેલા વિતેલા દિવસે એનસીપી નેતા શરદ પવારે પોતાના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યુ હતું,શરદ પવારના એનસીપીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. હવે તમામની નજર એનસીપીના નવા પ્રમુખના નામની જાહેરાત પર ટકેલી છે.

ઉલ્લેખનીય છે કે  એનસીપીના નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે મુંબઈના YB ચવ્હાણ સેન્ટરમાં NCP નેતાઓની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં એનસીપીના વરિષ્ઠ નેતાઓ હાજર છે.શરદ પવારે જાહેરાત કરી હતી કે એક સમિતિ નવા પ્રમુખની પસંદગી કરશે. હવે તમામની નજર NCPની આ બેઠક પર ટકેલી છે.

જો શરદ પવારના રાજીનામા વિશએ મંગળવારે અજિત પવારે કહ્યું હતું કે તેઓ પાર્ટીમાંથી કોઈનું રાજીનામું સ્વીકારશે નહીં. આમ છતાં જિતેન્દ્ર આવ્હાડ સહિત અનેક નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે

Exit mobile version