Site icon Revoi.in

કોરોનાને કારણે ઈન્ડોનેશિયામાં સ્થિતિ અતિગંભીર, અન્ય દેશોએ સતર્ક થવાની જરૂર

Social Share

દિલ્હી : વિશ્વના દેશોમાં કોરોનાવાયરસના કેસ ક્યાંક ઓછા થઈ રહ્યા છે. તો કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. ઈન્ડોનેશિયા પણ તે દેશોમાંનો એક દેશ છે કે જ્યાં કોરોનાવાયરસના કેસ હાહાકાર મચાવી રહ્યા છે અને તેને લઈને અન્ય દેશોએ પણ સતર્ક થવાની જરૂર છે. ઈન્ડોનેશિયાએ શુક્રવારે પૂરા થયેલા સાત દિવસોમાં 3.24 લાખ કેસ નોંધાયા છે, જે પાછલા અઠવાડિયાની તુલનામાં 43 ટકાનો વધારો છે.

ભારતમાં જે કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી હતી તેવા દ્રશ્યો હાલમાં ઈન્ડોનેશિયમાં જોવા મળી રહ્યા છે. ઈન્ડોનેશિયા આર્થિક રીતે વધારે મજબૂત ન હોવાના કારણે ત્યા તબાહી વધારે મચી શકે તેમ છે તેવુ જાણકારો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

યુરોપનાં ઘણા દેશો ઉપરાંત, દક્ષિણપૂર્વ એશિયામાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઈન્ડોનેશિયામાં 43 ટકા ઉપરાંત, મલેશિયામાં છેલ્લા સાત દિવસમાં 45 ટકા, થાઇલેન્ડમાં 38 ટકા, મ્યાનમારમાં 48 ટકા અને વિયેટનામમાં 130 ટકાનો વધારો નોંધાયો છે.

જો વાત કરવામાં આવે ભારત દેશની તો કેરળ અને મણિપુરમાં સંક્રમણ વધતાં શનિવારે તાજા કેસનો અઠવાડિયામાં બીજી વાર 40,000ને વટાવી ગયા હતા. શુક્રવારે ભારતમાં 38,019 નવા કેસ નોંધાયા, જે વધીને 41,246 થયા. કેરળમાં 16,148 નવા કેસ નોંધાયા છે, જે 38 દિવસમાં રાજ્યમાં સૌથી વધુ દૈનિક કેસ છે. દેશમાં વાયરસથી મૃત્યુઆંક ધીરે ધીરે ઘટતો જાય છે.