Site icon Revoi.in

IAFના વિમાનોની ગર્જનાથી ગુંજશે આકાશ- ઈસ્ટર્ન એર કમાન્ડની મેગા કવાયત 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુઘી ચાલશે

Social Share

દિલ્હીઃ દેશની ત્રણેય સેનાઓ વઘુને વઘુ મજબૂત બનીને આગળની દિશામાં કાર્ય કરી રહી છએ ત્યારે ઈન્ડિયન એર ફોર્સની જો વાત કરવામાં આવે તો તેના દ્રારા અનેક કવાયત હાથ ઘરવામાં આવે છે અને એરફોર્સના વિમાનોની આકાશમાં તાકાત દર્શાવવામાં આવે છએ ત્યારે આવી જ એક કવાયત 30 ઓક્ટોબરથી 5 દિવસ માટે શરુ થવા જઈ રહી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય વાયુસેનાની પૂર્વ કમાન્ડ 30મી ઓક્ટોબરથી મેગા કવાયત શરૂ કરશે. જેમાં ભારતીય વાયુસેના પોતાના કાફલામાં સામેલ નવા એરક્રાફ્ટ સાથે પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. પીઆરઓ ડિફેન્સ ગુવાહાટી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેની વાર્ષિક કમાન્ડ લેવલ કવાયત ‘ઈસ્ટર્ન સ્કાય’ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી હાથ ધરવામાં આવશે

માહિતી અનુસાર આ વાયુસેનાની આ કવાયત ગુવાહાટીના પડકારરૂપ પહાડી વિસ્તારોમાં ખૂબ જ પડકારજનક હશે, જેના બીજ IAF એરક્રાફ્ટ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવશે. પીઆરઓ ડિફેન્સ ગુવાહાટી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્ટર્ન એર કમાન્ડતેની વાર્ષિક કમાન્ડ લેવલ એક્સરસાઇઝ ‘ઈસ્ટર્ન સ્કાય’ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી કરશે. વાયુસેનાની આ મેગા કવાયતમાં IF કાફલામાં સમાવિષ્ટ તમામ એર પાવર પ્રદર્શિત થશે. 

આ કવાયત પડકારરૂપ પહાડી પ્રદેશોમાં કરવામાં આવશે. જેમાં ભારતીય સેનાનું જોઈન્ટ ઓપરેશન પણ સામેલ છે. આમાં, IAF ગરુડ, IA સ્પેશિયલ ફોર્સિસ સાથે વિશેષ કામગીરીમાં સામેલ છે. આ મેગા કવાયતમાં વાયુસેનાના કાફલામાં સમાવિષ્ટ વિશેષ ફાઈટર એરક્રાફ્ટનું પ્રદર્શન સામેલ છે.

ઉલ્લેખનીય છે કે ઈસ્ટર્ન એર કમાન્ડ દેશની એરસ્પેસ અને સરહદોનું વધુ કાર્યક્ષમ રીતે રક્ષણ કરવા સક્ષમ થવા માટે તમામ નવીનતમ ટેકનોલોજી અપનાવી રહી છે.રફોર્સ પાસે ઘણા એરબેઝ છે. આ સાથે, આ ક્ષેત્રમાં હાજર દરેક એરબેઝનો ઉપયોગ કરવાની ક્ષમતા બનાવવામાં આવી રહી છે આ સાથે જ ગયા અઠવાડિયે એર માર્શલ એસ. પી. ધારકરે કહ્યું હતું કે એરફોર્સ લેન્ડિંગ સુવિધાઓની અછતને ઘટાડવા માટે દેશના પૂર્વ ભાગમાં નાગરિક સહિત કોઈપણ ઉપલબ્ધ એર બેઝનો ઉપયોગ કરવાની તેની ક્ષમતા વિકસાવી રહી છે.