Site icon Revoi.in

‘નાટુ-નાટુ’ ગીતે વાહનોને પણ નાચવા મજબૂર કર્યા,વીડિયો થયો વાયરલ

Social Share

દિલ્હી: મનોરંજન જગતનું સૌથી મોટું સન્માન એટલે કે ઓસ્કાર એવોર્ડ ,જેમાં સુપરહિટ ફિલ્મ આરઆરઆરનું લોકપ્રિય ગીત નાટુ નાટુ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં નોમિનેટ થયું હતું ત્યારે RRR ફિલ્મના ગીત ‘નાટુ-નાટુ’ને તાજેતરમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. તેને બેસ્ટ ઓરિજિનલ સોંગનો ખિતાબ મળ્યો છે.જેથી સમગ્ર ટીમ ખુબ જ ખુશ જોવા મળી હતી તેમજ નાટુ-નાટુ ગીતને ઓસ્કાર મળતા સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે.

આ ગીતે ભારતમાં જ નહીં દુનિયાના વિવિધ દેશમાં ધૂમ મચાવી છે. લોકો આ ગીત પર ડાન્સ કરી રહ્યા છે, પરંતુ હવે આમાં વાહનો પણ પાછળ નથી. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વાહનો ‘નાટુ-નાટુ’ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.

ટેસ્લા કારના માલિકોએ ‘નાટુ નાટુ’ ગીતની ધૂન પર તેમની કારની લાઇટ બ્લીંક કરી હતી. આ ટેસ્લા કાર લાઇટ શોનું આયોજન અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં કરવામાં આવ્યું હતું. ટેસ્લા કારની શાનદાર સાઉન્ડ સિસ્ટમ અને ઉત્કૃષ્ટ લાઇટિંગ ટોન સેટ કરે છે. ત્યાં હાજર લોકોએ તેને કેમેરામાં કેદ કર્યું, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયોને ફિલ્મ ‘RRR મૂવી’ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Exit mobile version