Site icon Revoi.in

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ પાંચ દિવસ વહેલું બેસશેઃ ખેડુતોએ વાવણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ભરઉનાળે તૌકતે નામના સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે વાતાવરણમાં આંશિંક પલટો આવ્યો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણ સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતા બફારો પણ વધ્યો છે. બીજીબાજુ ગુજરાતમાં મેધરાજાનું આગમન તેના નિર્ધારિત સમય કરતા પાંચ દિવસ વહેલા થશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું સાનુકૂળ રહેશે. એવું અનુમાન હવામાન શાસ્ત્રીઓ કરી રહ્યા છે.

નૈઋત્યનું ચોમાસુ આગામી તારીખ 31 મે થી કેરળમાં બેસી જશે તેની સત્તાવાર જાહેરાત ભારતીય વેધશાળા દ્વારા કરવામાં આવી છે,  ગયા વર્ષે તારીખ 5 જૂનના રોજ કેરળમાં ચોમાસુ બેઠું હતું અને આ વખતે તે પાંચ દિવસ માટે વહેલું છે.  સન 2016, 2017 અને 2020માં જૂન મહિનામાં ચોમાસાનો પ્રારંભ થયો હતો 2018માં 29 મેના રોજ ચોમાસાનો પ્રારંભ થયો હતો જ્યારે આ વખતે જો હવામાનખાતાની આગાહી સાચી ઠરે તો તારીખ 31 મે થી નૈઋત્યનું ચોમાસું શરૂ થઈ જશે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી તારીખ 21 મે થી આદામાન અને નિકોબાર ટાપુઓમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોરદાર રીતે શરૂ થઈ જશે અને તારીખ 31 મેના રોજ કેરળમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ બંગાળની ખાડીમાં થઈને ઉત્તર-પશ્ચિમ દિશામાં દેશના વિવિધ રાજ્યોમાં અને ભાગોમાં ચોમાસું આગળ વધશે. અટલે ગુજરાતમાં પણ મેઘરાજાની વહેલા પધરામણી થાય તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ ખેડુતોએ વાવાણી માટેની આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે. અખાત્રિજે મુહૂર્ત કરીને બીયારણ,ખાતર, અને ખેતર ખેડવાની તૈયારીઓ શરૂ કરી છે. જુન મહિનાના ત્રીજા કે ચોથા સપ્તાહમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે.