Site icon Revoi.in

આ રાજ્યામાં કોરોનાના કહેરને લઈને 24 જૂલાઈ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ

Social Share

ઈમ્ફાલઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસોમાં વૃદ્ધી થતી જોવા મળી રહી છે ત્યારે કોરોનાને લઈને કેટલાક રાજ્યો કડક વલમ અપનાવતા જોવા મળ્યા છે આજ શ્રેણીમાં મણીપુર રાજ્ય સરકારે કોરોનાના કગહેરને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે કોવિડ -19 ના નવા કેસોમાં તીવ્ર વધારા વચ્ચે, મણિપુર સરકારે મંગળવારે રાજ્યભરની તમામ શાળાઓને 24 જુલાઈ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મણિપુર સરકાર દ્વારા જારી કરાયેલ એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, “કોવિડ -19 કેસોમાં વધારો થતાં અને રાજ્યમાં ટેસ્ટ પોઝીટીવીટી રેટ રેશિયો 15 ટકા થી વધુ છે, રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ  24 જુલાઈ સુધી બંધ રહેશે.”

રાજ્ય સરકારે આ નિર્ણય કોવિડ પોઝીટીવીટીના વધતા દરને કારણે લીધો છે. જાણકારી પ્રમાણ અહીં સોમવારના દિવસે 47 લોકો કોવિડથી સંક્રમિત થયા હતા. રાજ્યમાં ચેપના કુલ સક્રિય કેસ વધીને 172 થઈ ગયા છે. જો કે, રાજ્યમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી. કોવિડની ત્રણેય લહેરોમાં, મણિપુરના કુલ 2 હજાર 120 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર ભારતમાં મંગળવારે એક દિવસમાં 13 હજાર 615 નવા કોરોનાવાયરસના કેસ નોંધાયા છે જ્યારે સક્રિય કેસ વધીને 1,31,043 થઈ ગયા છે.