Site icon Revoi.in

આ રાજ્યમાં હવે 9 મે થી ‘ડોર ટૂ ડોર’ ઓક્સિજન સિલિન્ડર રિફીલની મળશે સુવિધા-  વેબ પોર્ટલ પર જરુરીયાતમંદ લોકોએ અરજી કરવાની રહેશે

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારીનો વ્યાપ ફેલાી રહ્યો છે ત્યારે ભારે ઓક્સિજનન અછત પણ વર્તઈ રહી છે, ત્યારે હવે આ ઓક્સિજનની અછત વચ્ચે રહિયાણા રાજ્ય. માટે સારા સમાચાર મળી રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે હરિયાણામાં 9 મેથી ઘરે ઘરે ઓક્સિજન સિલિન્ડર રિફિલની સુવિધા મળશે. આ માટે, દર્દીઓ અથવા તેમના સંબંધીઓએ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી પડશે.

આ સિલિન્ડરની વ્યવસ્થા રેસક્રોસ સોસાયટીના સ્વયંસેવકો અને સામાજિક સંસ્થાઓના સભ્યો દ્રારા આપવામાં આવશે. આ સેવાથઈ હવે દર્દીઓ કે જે ઘરે જ આઈસોલેટ થયા છે તેઓને ઓક્સિજન મળી રહેશે અને હોસ્પિટલોના ઓક્સિજન બેડ ગંભીર કોવિડથી પીડાતા દર્દીઓ માટે ઉપલબ્ધ થશે.

રાજ્યના મુખ્યમંત્રીના અતિરિક્ત સચિવ, ડો,અમિત અગ્રવાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના નોડલ અધિકારીઓ અને સચિવોને જિલ્લામાં ડેપ્યુટી કમિશનર સાથે સિલિન્ડર રિફિલિંગ માટે સ્થાન નક્કી કરવા નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત, ખાલી સિલિન્ડરોની એક બેંક બનાવવાની પણ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું,જેથી જે કોઈ દર્દી માટે સિલિન્ડર રિફિલિંગની અરજી આવી હોય તો ત્યા સંસ્થાના સ્વયંસેવકે ભરેલા સિલિન્ડર લઈને જ પહોંચી શકે, આ માટે સ્થાનિક સ્તરે લઘુતમ ભાવ નક્કી કરવા સૂચના આપવામાં આવી હતી.

જરુરીયાત મંદ લોકોએ પોર્ટલ પર નોંધણી કરાવી પડશે

ડોર-ટુ-ડોર ઓક્સિજન સિલિન્ડર રિફિલની સુવિધા માટે http://oxygenhry.in/ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પર સ્વૈચ્છિક સંસ્થાઓની નોંધણી કર્યા પછી, લોગિંન બનાવવામાં આવશે. જો જરૂરીયાતમંદ દર્દી પોર્ટલ પર ઓક્સિજન સિલિન્ડર ફરીથી ભરવા માટે નોંધણી કરાવે છે, તો તેની અરજી એનજીઓ અને રેડ ક્રોસ સોસાયટી બંને દ્વારા પ્રતિબિંબિત થશે.