Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરની પ્રથમ મહિલા પાવર લિફ્ટર બની સાયમા ઉબેદ – માતા બન્યા બાદ પણ સપનું સાકાર કર્યું

Social Share

 

શ્રીનગરઃ- દેશભરમાં હવે દરેક ક્ષેત્રમાં મહિલાોનો દબદબો જોવા મળી છે, પહે મહિલાઓ પણ અનેર રમત ગમતમાં પુરુષ સમોવડી બની છે તે પછી ખેલ હોય કે કુશ્તી હોય મહિલા પોતાની પ્રતિભાને બહાર લાવીને પોતાના દેશનું નામ રોશન કરવામાં મોખરેરહે છે,ત્યારે આજે વાત કરીશું જમ્મુ કાશ્મીરની પ્રથમ મહિલા પાવર લિફ્ટરની કે જેણે એક બાળકના જન્મ બાદ તેના આ સપનામાં હકીકતના રંગો ભર્યા અને સપનું સફળ રીતે સાકાર કર્યું છે,

આજના સમયમાં મહિલાઓ પણ પુરુષોની જેમ કુસ્તી, કબડ્ડી અને બોડી બિલ્ડીંગ જેવી રમતોમાં સામેલ થાય છે. આમિરની ફિલ્મ દંગલ હોય કે શાહરૂખની ફિલ્મ ચક દે ઈન્ડિયા હોય કે પછી સલમાનની દંગલ,જેમાં મહિલાઓને આપણે આગળ આવતી જોઈએ છે.આતો રહી રીલ લાઈફની વાત આજે રિયલ લાઈફમાં મળીશું આવી જ એક પાવર ફુલ મહિલાને.

કાશ્મીરની પ્રથમ મહિલા પાવર લિફ્ટર સાયમા ઉબેદે આ ક્ષેત્રમાં ઝંપલાવાની શરુઆત કરી છે. પાવર લિફ્ટિંગની કારકિર્દીમાં પોતાની ઓળખ ઉભી કરનાર સાયમા ઉબેદે રાજ્ય કક્ષાનો મેડલ જીતીને સાબિત કરી દીધું છે કે મહિલાઓ પણ પુરુષોથી કમ નથી. જાણો કોણ છે આઈ લિફ્ટર સાયમા ઉબેદ વિશે.

સાયમા ઉબેદ મૂળ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરની વતની છે. સાયમાએ પ્રારંભિક શિક્ષણ શ્રીનગરથી મેળવ્યું હતું અને આગળનો અભ્યાસ શ્રીનગરની સરકારી કોલેજમાંથી કર્યો હતો. સાયમાએ હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં સાયમાએ પાવરલિફ્ટિંગને પોતાનું કરિયર બનાવ્યું અને ટ્રેનિંગ શરૂ કરી. હાલ તે પરિણીત છે અને એક બાળકની માતા પણ છે. આમ છતાં સાયમાએ ટ્રેનિંગ ચાલુ રાખી છે. કારણ કે તેને પોતાના પતિ થી સારો સપોર્ટ મળ્યો છે.તેણે તેના સપનાને પુરા કરવામાં સહયોગ આપ્યો

વાત જાણે એમ છે કે જમ્મુ-કાશ્મીરમાં દર વર્ષે પાવર-લિફ્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જો કે આ સ્પર્ધામાં  માત્રને માત્ર પુરૂષો ભાગ લેતા હોય છે, પરંતુ વર્ષ 2021માં આ સ્પર્ધા ત્યારે ચર્ચામાં આવી જ્યારે પહેલીવાર મહિલાઓ માટે પાવરલિફ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું.

આ સ્પર્ધામાં સાયમા ઉબેદે આ ભાગ લીધો હતો. એટલું જ નહીં, સાયમાએ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીતીને જમ્મુ-કાશ્મીરની સાથે દેશનું નામ રોશન કર્યું હતું. સાયમાએ 255 કિલો વજન ઉપાડવાની સિદ્ધિ મેળવી છે.

મીડિયા રિપોર્ટ્સ ની જો વાત માનવામાં આવેતો સાયમાને બાળપણથી જ પાવર-લિફ્ટિંગનો શોખ હતો અને તે તેને કરિયર બનાવવા માટે મક્કમ હતી. તેણે નાની ઉંમરમાં જ જીમ જવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન પછી પણ સાયમા પોતાના સપના અને શોખને ભૂલી શકી નથી પરંતુ ટ્રેનિંગ ચાલુ રાખી હતી. તેના પતિ ઉબેઝ હાફિઝે પણ સાયમાને ટેકો આપ્યો હતો.અને એક બાળકની માતા બન્યા બાદ તેણે આ સ્પર્ધામાં મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.

Exit mobile version