Site icon Revoi.in

ઓલિમ્પિક સિલ્વર ક્વિન પીવી સિંધુની સફળતાઃ-પ્રધાન મંત્રી મોદીએ પાઠવી શુભેચ્છા

Social Share

ફરી એક વાર દેશનું નામ રોશન થયુ છે,ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા પી.વી. સિંધુએ રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019માં ગૉલ્ડ મૅડલ જીત્યું છે, આ  ફાઇનલ ગેમમાં  વિશ્વની ચોથા નંબરની ખેલાડી જાપાનની નાઝોમી ઓકુહારાને પીવી સિંધુએ માત આપી હતી અને સીધી મેમમાં  21-7, 21-7થી તેને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ભારતના શીરે વધુ એક કલગી લગાવી છે.

પોતે મેળવેલી નામનાથી પીવી સિંધુને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી અને જ્યારે તે ભારત પરત ફરી ત્યારે અનેક લોકો દ્રારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં પણ આવ્યું હતું દેશભરમાં તેની ચેર્ચાઓ થઈ રહી છે,પીવી સિંધુ દરેક ચેનલ અને દરેક સમાચાર પત્રની લાઈન બની ચુકી છે ,ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પીવિ સિંધુને મળ્યા હતા અને તેને શુભેચ્છાઓ પાઠવી હતી. પીવી સિંધુના  ઇતિહાસ રચવાની વાત પર સિંધુના હૈદરાબાદ સ્થિત ઘરે પણ ખુશીનો માહોલ હતો. પરિવારજનોએ દિકરીની આ સિદ્ધિ પર એક-બીજાને મીઠાઇ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. 


સિંધુની આ ઐતિહાસિક જીત બાદ પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું, ‘પ્રતિભાની ધની પી. વી સિંધુએ એકવાર ફરી ભારતનું ગૌરવ વધાર્યું છે. BWF બેડમિન્ટન વિશ્વ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવા માટે હું તેને શુભેચ્છા પાઠવું છું.’ પીએમે લખ્યું, ‘બેડમિન્ટન માટે તેનો લગાવ અને સમર્પણ પ્રેરણારુપ છે. પીવી સિંધુની સફળતા રમતવીરોની પેઢીઓને પ્રેરિત કરશે.’