Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટને બે નવા જજ મળ્યા, ન્યાયમૂર્તિઓની સંખ્યા ફરીથી 34 થશે

Social Share

નવી દિલ્હીઃ જસ્ટિસ એન. જસ્ટિસ કોટીશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનને મંગળવારે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી આપવામાં આવી છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ નિમણૂંકોની જાહેરાત કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, બંને ન્યાયાધીશોના શપથ લીધા પછી, મુખ્ય ન્યાયાધીશ સહિત કોર્ટમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા ફરીથી 34 થઈ જશે, જે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની માન્ય મહત્તમ સંખ્યા છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહ સર્વોચ્ચ અદાલતમાં નિયુક્ત થનારા મણિપુરના પ્રથમ ન્યાયાધીશ બન્યા છે. તેમજ જસ્ટિસ મહાદેવન હાલમાં મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ છે.

Exit mobile version