Site icon Revoi.in

આલિયા-રણબીરની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું સોંગ દેવા-દેવા નમ: નું ટિઝર આવ્યું સામે

Social Share

દિલ્હીઃ- આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન બાદ તેમની અપકમિંગ ફિલ્ન બ્રહ્માસ્ત્રની ઘણી રાહ જોવાઈ રહી છે, આ તેમની એક સાથે પ્રથમ ફિલ્મ છે, ત્યારે એ ફિલ્મને લઈને અનેક નવી એપડેટ સામે આવી તી હોય છે આજરોજ આ ફિલ્મનું સોંગ દેવા દેવાનું ટિઝર રિલીઝ કરાયું છે.

રણબીર કપૂર સ્ટારર બ્રહ્માસ્ત્ર એ આ વર્છેષની ખૂબ રાહ જોવાતી ફિલ્મ છે.  ફિલ્મમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ જ નિર્માતાઓએ ફિલ્મના પ્રથમ રોમેન્ટિક ગીત, કેસરિયાનું  લોંચ કર્યું હતું, જે ખૂબ સુપર હીટ જઈ રહ્યું છે.ત્યારે હવે  બ્રહ્માસ્ત્રના દિગ્દર્શક અયાન મુખર્જીએ ફિલ્મના બીજા ગીત દેવા દેવાના ટીઝર પણ આઉટ કર્યું છે જ્યારે અયાન મુખર્જી કહે છે કે આખું ગીત સાવનના છેલ્લા સોમવારે એટલે કે 8મી ઓગસ્ટે  રિલીઝ થશે.

વીડિયોની શરૂઆતમાં રણબીર કપૂર મા દુર્ગાના પંડાલમાં માથું નમાવતો જોવા મળે છે. આ પછી તે આલિયા ભટ્ટને શક્તિનો અર્થ સમજાવે છે અને પછી દેવા દેવા ગાવાનું શરૂ કરે છે. વીડિયોમાં અમિતાભ બચ્ચનની એક ઝલક પણ જોવા મળી છે. ,આ સોંગ ભગવાન શિવ પર આધારિત છે.આ સોંગ દેવા દેવા અરિજિત સિંહ દ્વારા ગાવામાં આવ્યું છે, પ્રીતમ દ્વારા રચિત છે અને ગીતો અમિતાભ ભટ્ટાચાર્ય દ્વારા લખવામાં આવ્યા છે.

Exit mobile version