Site icon Revoi.in

સાઉથના સપુરસ્ટાર યશ ની ફિલ્મ ‘KGF-2’ ના ટ્રેલરે દર્શકોના જીત્યા દિલઃ યુ ટ્યૂબ પર 200 મિલિયન વ્યૂઝ થયા

Social Share

મુંબઈઃ મોસ્ટ અવોઈટેડ સાઉથની ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર -2’ ના ટ્રેલર વર્ષની શરુઆતમાં લોંચ થતાની સાથે જ દર્શકોએ તેના પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો જે અત્યાર સુધી જોવા મળી રહ્યો છે,સાઉથના હિરો યશની આ ફિલ્મના પહેલા ચેપ્ટર કેજીએએ એ  ફિલ્મ જગતમાં ઘૂમ મચાવી હતી, ત્યાર બાદ લોકો પાર્ટ 2 માટે આતુરતાથી રાહ જાઈ રહ્યા હતા, ત્યારે આ ચેપ્ટર 2 નું ટિઝર હવે ચર્ચામાં જોવા મળે છે.

સાઉથની મોટા ભાગની ફિલ્મો સુપર હીટ રહેતી હોય છે ત્યારે  ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલએ તેમની કેજીએફ-2 ને લઈને રિલીઝ ડેટની જાહેરાત પણ કરી દીધી  હતી, જે મુજબ  મોસ્ટ અવોઈટેડ ફિલ્મ 16 જુલાઈ, 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીજ થવાની હતી, જો કે કોરોનાની સ્થિતિને લઈને આ રિલીઝ અટકી હતી, ત્યારે હવે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની કોઈ માહિતી જારી કરવામાં હજી સુધી આવી નથી, પરંતુ જે રીતે ચેપ્ટર 2ના ટીઝરને દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે તે જોતા એટલું તો ચોક્કસ કહી શકાય છે કે આ ફિલ્મ પ્રથમ ફિલ્મની જેમ સુપર હીટ રહેવાની છે.

આ ફિલ્મને રિલીઝ થવામાં વિલંબ જોવા મળી રહ્યો છે, પરંતુ તે વાત પણ નકારી શકાય નહી કે ફિલ્મનું ટિઝર યુ ટ્યૂબ પર હાલ આટલા મહિના બાદ પણ ઘૂમ મચાવી રહ્યું છે,જાન્યુઆરી મહિનામાં રિલીઝ થયેલ આ ટિઝર હાલ પણ દર્શકો નિહાળી રહ્યા છે, તે એટલા મોટા પ્રમાણમાં જોવાઈ રહ્યું છે કે તેના વ્યૂઝ 200 મિલિયનને પાર પહોંચ્યા છે. જે એ વાતનું ઉદાહરણ છે કે ફિલ્મની ઘણી રાહ જોવામાં આવી રહી છે.

મોસ્ટ એવોઈટેડ કેજીએફ-2 ફિલ્મમાં એક્ટર યશની સાથે સંજય દત્ત, રવીના ટંડન અને શ્રીનિધિ શેટ્ટીની ઝલક પણ  જોવા મળી રહી છે. વધતા વ્યૂઝને મૂવીના ટીઝરે એક નવો રેકોર્ડ બનાવવામાં સફળતા મેળવી લીધી છે.

આ ફિલ્મના ટીઝરને 8.4 મિલિયન લાઇક્સ પણ મળી ચૂક્યા છે અને એક બિલિયનથી વધુ ઇપ્રેશન્સ મળી રહ્યા છે. સાઉથ ઈન્ડિયન સિનેમાની કેટલીક ફિલ્મો ખૂબ પસંદ કરવામાં આવી છે. જે પૈકી એક કેજીએફ નો પણ સમાવેશ થાય છે.ત્યારે હવે કેજીએફ ચેપ્ટર 2ની રિલીઝની આતુરતાથી દર્શકો રાહ જોઈ રહ્યા છે.