Site icon Revoi.in

મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘શમશેરા’નું ટાઈટલ ટ્રેક રિલીઝ- રણબીર કપૂરનો શાનદાર આવતાર જોવા મળ્યો

Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર ફિલ્મ શમશેરાને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે,આ ફિલ્મમાં અભિનેતા ડબલ રોલમાં જોવા મળવાના છે ત્યારે હવે આજરોજ શુક્રવારે રણબીરની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ શમશેરાનું ટાઈટલ ટ્રેલ રિલીઝ કરવામાં આવ્યું છે.આ ફઇલ્મમાં સંજય દત્ત પણ શાનદાર વિલનના રોલમાં જોવા મળ્યા છે.

શમશેરાની રિલીઝના  હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે રણબીર કપૂરની આગામી  ફિલ્મને લઈને  ફિલ્મના નિર્માતાઓ ચાહકોની ઉત્સુકતા વધારવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. શમશેરાના ટાઈટલ ટ્રેકનું પણ નિર્માતાઓ દ્વારા લોંચ કરવામાં આવ્યું છે, તેના વિડિયોમાં રણબીરની બહાદુરીની વાર્તા  અને તેનો જુસ્સો તથા ગુસ્સો જોવા મળે છે.

આ ટ્રેકને સુખવિંદર સિંઘ અને અભિષેક નેલવાલે બનાવ્યો છે, જ્યારે મિથુને કમ્પોઝિશન અને ગીતોની સંભાળ લીધી છે. સોંગ  એનર્જીથી ભરપૂર છે, જેમાં રણબીર પ્રેક્ષકોને એજ-ઓફ-ધી-સીટ અનુભવ આપવા માટે  રેડી જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને વાણી કપૂર સિવાય સંજય દત્ત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સંજય દત્ત એક ભયાનક વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. તેનો લુક પણ એકદમ ડરામણો જોવા મળ્યો છે. રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ પણ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી

આ ફિલ્મનું દિગ્દર્શન કરણ મલ્હોત્રા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે આદિત્ય ચોપરા તેને યશ રાજ ફિલ્મ્સ બેનર હેઠળ બેંકરોલ કરી રહ્યા છે. ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું તે સમયગાળામાં શમશેરા એક ડાકુ જનજાતિને અનુસરે છે જે તેમની સ્વતંત્રતા માટે લડવા માટે મક્કમ છે. રણબીર, સંજય દત્ત અને વાણી કપૂર ઉપરાંત, આ ફિલ્મમાં રોનિત રોય, સૌરભ શુક્લા અને આશુતોષ રાણા પણ મુખ્ય ભૂમિકામાં છે. તે ‘150 કરોડના બજેટમાં માઉન્ટ થયેલ હોવાનું કહેવાય છે.