Site icon Revoi.in

લોકોમાં પોર્ટેબલ એસી ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો,કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

Social Share

ગરમીની ઋતુ આવતાની સાથે જ એસી(Air Cooler)ની માંગ જોરદાર વધી જતી હોય છે, શોપિંગ મોલ તથા સ્ટોરમાં લોકો એસી અને એવી વસ્તુઓને મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોય છે ત્યારે હવે બજારમાં એક એવું એસી આવ્યું છે જે છે પોર્ટેબલ. આની ખાસ વાત એ છે કે પોર્ટેબલ મિની એસી એવુ દમદાર છે કે તે આકારમાં પણ નાનુ છે, તેમજ વીજળીનો પણ ઓછો ઉપયોગ કરે છે. જો તમે ઓછી વીજળી વાપરતુ પોર્ટેબલ કુલિંગ ડિવાઈસની શોધમાં છો તો પોર્ટેબલ એર કન્ડિશનર શાનદાર ઓપ્શન છે.

અભ્યાસ કરતા સમયે, ઓફિસમાં કામ કરતા સમયે અથવા તો તમે રૂમમા એકલા બેસ્યા હોવ તો આ મિની એસી તમારા માટે બેસ્ટ ઓપ્શન બની રહેશે. આ ડિવાઈસને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. કિંમતની શરૂઆત 400 રૂપિયાથી થાય છે અને 2 હજાર સુધીમાં પણ મળી જાય છે.

તેના ઉપયોગ માટે તમારે ડ્રાય આઈસ કે પછી પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. જેનાથી તેનું કુલિંગ રહેશે. તેને ચલાવવુ બહુ જ સરળ છે. તે વીજળીનો વધુ વપરાશ કરતુ નથી. ટેબલ પર કામ કરતા સમયે આ ડિવાઈસનો ઉપયોગ બેસ્ટ બની રહેશે.