1. Home
  2. ગુજરાતી
  3. લોકોમાં પોર્ટેબલ એસી ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો,કિંમત જાણીને તમે પણ ચોંકી જશો
લોકોમાં પોર્ટેબલ એસી ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો,કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

લોકોમાં પોર્ટેબલ એસી ખરીદવાનો ટ્રેન્ડ વધ્યો,કિંમત જાણીને તમે પણ ચોંકી જશો

0
Social Share
  • ગરમીમાં લોકો ખરીદે છે પોર્ટેબલ એસી
  • કિંમતમાં પણ છે ઘણું સસ્તું
  • કેવી રીતે કામ કરે છે આ મશીન?

ગરમીની ઋતુ આવતાની સાથે જ એસી(Air Cooler)ની માંગ જોરદાર વધી જતી હોય છે, શોપિંગ મોલ તથા સ્ટોરમાં લોકો એસી અને એવી વસ્તુઓને મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોય છે ત્યારે હવે બજારમાં એક એવું એસી આવ્યું છે જે છે પોર્ટેબલ. આની ખાસ વાત એ છે કે પોર્ટેબલ મિની એસી એવુ દમદાર છે કે તે આકારમાં પણ નાનુ છે, તેમજ વીજળીનો પણ ઓછો ઉપયોગ કરે છે. જો તમે ઓછી વીજળી વાપરતુ પોર્ટેબલ કુલિંગ ડિવાઈસની શોધમાં છો તો પોર્ટેબલ એર કન્ડિશનર શાનદાર ઓપ્શન છે.

અભ્યાસ કરતા સમયે, ઓફિસમાં કામ કરતા સમયે અથવા તો તમે રૂમમા એકલા બેસ્યા હોવ તો આ મિની એસી તમારા માટે બેસ્ટ ઓપ્શન બની રહેશે. આ ડિવાઈસને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. કિંમતની શરૂઆત 400 રૂપિયાથી થાય છે અને 2 હજાર સુધીમાં પણ મળી જાય છે.

તેના ઉપયોગ માટે તમારે ડ્રાય આઈસ કે પછી પાણીનો ઉપયોગ કરવાનો રહેશે. જેનાથી તેનું કુલિંગ રહેશે. તેને ચલાવવુ બહુ જ સરળ છે. તે વીજળીનો વધુ વપરાશ કરતુ નથી. ટેબલ પર કામ કરતા સમયે આ ડિવાઈસનો ઉપયોગ બેસ્ટ બની રહેશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code