1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ કાલે શનિવારે જાહેર થશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ કાલે શનિવારે જાહેર થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ-10નું પરિણામ કાલે શનિવારે જાહેર થશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આવતા કાલે તા. 11મી મેને શનિવારના રોજ જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ મેળવી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતું કે, ધોરણ 10નું પરિણામ 11 મેને શનિવારના રોજ જાહેર કરાશે.  તારીખ 11 મીના રોજ સવારે આઠ વાગે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે.  પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (bseb.org) ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે.

ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પ્રથમવાર ગુરૂવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરાયું હતું. સાથે જ ગુજકેટ નું પરિણામ પણ જ જાહેર કરાયું હતુ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ  82.45 ટકા આવ્યુ છે, જ્યારે સામાન્ય પ્રવાહનું 91 ટકા પરિણામ આવ્યું છે. આમ ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ઉંચું આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહનું પરિણામ 18 ટકા ઊંચું આવ્યું છે. તો ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 17  ટકા ઊંચું આવ્યું છે. એટલે 10નું પરિણામ પણ ગત વર્ષ કરતા વધુ હશે એવું માનવામાં આવી રહ્યું છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code