Site icon Revoi.in

કેન્દ્રીય મંત્રીએ મેડ ઈન ઈન્ડિયા મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ‘BharOS’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ

Social Share

દિલ્હી: કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રેલ્વે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે આઈઆઈટી મદ્રાસ દ્વારા વિકસિત ભારતમાં બનેલી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ‘BharOS’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

પ્રધાને કહ્યું કે,દેશના ગરીબ લોકો મજબૂત, સ્વદેશી, ભરોસાપાત્ર અને આત્મનિર્ભર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય લાભાર્થી બનશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર સરકારી અભિગમ સાથે નીતિને સક્ષમ કરનારાઓને પ્રોત્સાહન આપવું એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝનનો એક પ્રયોજિત પ્રયોગ છે. તેમણે ઉમેર્યું હતું કે ‘BharOS’ એ ડેટા ગોપનીયતા તરફનું એક સફળ પગલું છે.

પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે ભારતમાં મેડ ઈન ઈન્ડિયા મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ‘BharOS’નું સફળ પરીક્ષણ એ ભારતમાં મજબૂત, સ્વદેશી અને આત્મનિર્ભર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિઝનને સાકાર કરવાની એક મહત્વપૂર્ણ પહેલ છે.