Site icon Revoi.in

કબૂતર અને શ્વાનની અનોખી મિત્રતા,વીડિયો જોઈને થઇ જશો આશ્ચર્યચકિત

Social Share

શ્વાન અને માણસો વચ્ચેની મિત્રતા જગજાહેર છે. એવું માનવામાં આવે છે કે,શ્વાન હજારો વર્ષોથી માણસોના સાથી તરીકે જીવે છે. વાસ્તવમાં, તેઓ માણસો સાથે રહેવાનું ખૂબ પસંદ કરે છે.તેમની સાથે રમવાથી, કૂદવાથી, દોડવાથી ખૂબ આનંદ મળે છે.આ જ કારણ છે કે, દુનિયાભરના લોકો શ્વાન રાખવાનું પસંદ કરે છે. સેના અને પોલીસમાં શ્વાનનો પણ સમાવેશ થાય છે.તેનું કારણ એ છે કે,શ્વાન ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. શ્વાનને લગતા તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક ખૂબ જ આશ્ચર્યજનક હોય છે, કેટલાક ખૂબ જ ફની અને કેટલાક વીડિયો હૃદયને સ્પર્શી જાય તેવા પણ હોય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને તમારું દિલ પણ ખુશ થઈ જશે.

વાસ્તવમાં, આ વીડિયો શ્વાન અને કબૂતરની અનોખી મિત્રતાનો છે, જેમાં તેમની વચ્ચેનો તાલમેલ જોવા જેવો છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે,કબૂતર શ્વાનને ખવડાવી રહ્યું છે.તે પોતાની ચાંચમાં દબાવીને કંઈક લાવે છે અને શ્વાનના મોંમાં નાખે છે. તે ઘણી વખત આવું કરે છે. જોકે સામાન્ય રીતે જોવામાં આવે છે કે શ્વાન કબૂતર કે અન્ય કોઈ પક્ષીને જોવે તો તેને પકડવા દોડે છે,પરંતુ અહીં તેમની વચ્ચે મિત્રતા જોવા મળી રહી છે, જેમાં કોઈ કોઈને નુકસાન નથી પહોંચાડી રહ્યું, પરંતુ કબૂતર ખુશીથી શ્વાનને ખવડાવતા જોવા મળે છે.

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ વિડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને એક શાનદાર કેપ્શન પણ લખ્યું છે.તેણે લખ્યું છે કે, ‘જો તમારો એક પણ એવો મિત્ર/સંબંધી હોય, તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો! જો નહીં, તો તમારી પાસે આવા મિત્ર/સંબંધી બનવાની તક છે…’. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.