Site icon Revoi.in

ધોરણ-3થી 8ની ડિસેમ્બરના અંતમાં એકમ કસોટી યોજાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 8માં લેવાનારી એકમ કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. ડિસેમ્બરના અંતમાં ગુજરાતી અને ગણિતની પરીક્ષા લેવાશે. બીજી તરફ રાજ્યમાં શાળાઓ ખુલવાની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. જયારે દેશના કેટલાક રાજ્યોમાં વિદ્યાર્થીઓને માસપ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધો-3થી 8ના વિદ્યાર્થીઓની તા. 30 અને 31મી ડિસેમ્બરના રોજ એકમ કસોટી લેવામાં આવશે. અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા જુલાઇ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ ચાર કસોટી લેવામાં આવી હતી. આ પાંચમી એકમ કસોટી છે. આગામી એકમ કસોટી માટે વિદ્યાર્થીઓને હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં મોકલી આપવામાં આવશે. પરીક્ષા બાદ વાલીઓને 6 જાન્યુઆરી સુધીમાં ઉત્તરવહીઓ જમા કરાવવી પડશે. ત્યાર બાદ શાળા સ્તરે કાર્યવાહી શરૂ થશે. કેટલીક શાળાઓમાં નાતાલની રજાઓ હોય છે તેવી શાળાઓમાં એકમ કસોટીના કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે.