1. Home
  2. Tag "school"

ઊનામાં વહેલી સવારે શાળામાં સિંહ ઘૂંસી જતાં શિક્ષકોએ રૂમના દરવાજા બંધ કરી દીધા

સવારે શાળામાં આવતા બાળકોને રોકી લીધા વાલીઓને મેસેજ કરીને બાળકોને શાળાએ ન મોકલવા કહેવાયુ સ્કૂલ કેમ્પસમાં સિંહ બેસી રહેતા અંતે વન વિભાગને જાણ કરી ઊનાઃ શહેરના ગાયત્રી વિદ્યાલયમાં સવારે શિક્ષકો આવી ગયા હતા. અને બાળકો શાળામાં આવી રહ્યા હતા તે દરમિયાન એક સિંહ એકાએક દીવાલ કૂદીને શાળાના કેમ્પસમાં આવી ગયો હતો, સિંહને જોઈને શિક્ષકો પફડી […]

ગુજરાતઃ શાળામાં વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન નહીં લઈ શકે, શિક્ષકો ક્લાસરૂમમાં નહીં કરેશે ઉપયોગ

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર શિક્ષકો-વાલીઓ અને બાળકો માટે ગાઈડલાઈન રજૂ કરશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠક કરી હતી. સ્માર્ટફોનના વધુ પડતાં વપરાશને લીધે બાળકોમાં વાંચન […]

દિલ્હીની બે શાળાઓને બોમ્બની ધમકી મળી, પોલીસ તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીની બે મોટી જાણીતી શાળાઓ ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કાને બોમ્બની ધમકી મળી છે. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકી બાદ શાળા પ્રશાસને સાવચેતીના પગલારૂપે તમામ બાળકોને ઘરે મોકલી દીધા છે. ધમકીની માહિતી મળતાં જ દિલ્હી પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેના […]

દિલ્હીના રોહીણીમાં આવેલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસ તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ દિલ્હીના રોહિણી સ્થિત વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલમાં મેલ દ્વારા બોમ્બ હોવાની માહિતી મળી છે. શાળા પ્રશાસને શાળાને ખાલી કરાવી દીધી છે. મેલ કોણે મોકલ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. એક દિવસ પહેલા ઉત્તર-પશ્ચિમ દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં મીઠાઈની દુકાન પાસે ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ થયો હતો દરમિયાન સ્કૂલમાં બોમ્બની ધમકીને પગલે તંત્ર દોડતુ […]

ઇઝરાયેલનો મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો, 28થી વધારેના મોત

નવી દિલ્હીઃ ઇઝરાયેલે મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો કરતા ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુને ઇજા થવા પામી છે. એક અહેવાલ અનુસાર ડેયર અલ-બલાહમાં રુફૈદા અલ-અસલામિયા સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી. આ શાળામાં વિસ્થાપિતોએ શરણ લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બે જુદા જુદા હવાઈ હુમલામાં શાળાના એ ઓરડાઓને […]

ગાઝામાં સ્કૂલ પર ઈઝરાયેલનો હુમલો, 8 લોકોના મોત

નવી દિલ્હીઃ ગાઝા શહેરની પૂર્વમાં વિસ્થાપિત લોકોના એક શાળાના આવાસ પર ઈઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા આઠ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન સુરક્ષા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે બુધવારે ઇઝરાયલી વિમાનોએ શુજૈયા વિસ્તારમાં વિસ્થાપિત લોકો માટે આશ્રય સ્થાન ‘ઇબ્ન અલ-હૈથમ’ સ્કૂલ પર બોમ્બમારો કર્યો હતો. ગાઝા સિવિલ ડિફેન્સે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારી ટીમોએ ઈઝરાયેલના […]

હેડલાઈન્સઃ અમદાવાદમાં સ્કૂલ સંચાલકોને બીયુ પરમિશન મામલે મળી રાહત

બીયુ પરમિશન મામલે સ્કૂલ સંચાલકોને મળી રાહત બી.યુ. પરમિશન કે ફાયર એનઓસી વિના ચાલતી અમદાવાદની 150 થી વધુ પ્રિસ્કૂલ કે સ્કૂલ જે એએમસી દ્વારા સીલ મરાઈ હતી તે ખોલી શકાશે….. પોસ્ટ 300 રૂપિયાના નોટરાઇઝ બાંહેધરી પત્ર આપવાના રહેશે…….. ૩૦ દિવસમાં ફાયર એનઓસી મેળવવાનું રહેશે અને ત્રણ માસમાં બીયુ પરમિશન મેળવવાની રહેશે…… ગુજરાતમાં 24700 શિક્ષકોની ભરતી […]

ગુજરાતઃ RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 1353 બાળકોને પ્રવેશ અપાયો

અમદાવાદઃ RTE ACT-2009 હેઠળ રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં વધુ 1 હજાર 353 બાળકોને પ્રવેશ અપાયો છે. RTEના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓએ 3જી જૂન, 2024 સુધીમાં સંબંધિત શાળામાં રૂબરૂ જઈને જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ મેળવવાનો રહેશે. RTE ACT-2009ની કલમ 12.1.(C) અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં […]

બેગુસરાયમાં કાળઝાળ ગરમી વચ્ચે સ્કૂલમાં 12થી વધારે વિદ્યાર્થિનીઓ બેભાન થઈને ઢળી પડી

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેથી અનેક લોકોની તબીયત લથડી છે. દરમિયાન બિહારના બેગુસરાયમાં કાળઝાળ ગરમીને પગલે શાળામાં અભ્યાસ કરતી 12થી વધારે વિદ્યાર્થિનીઓ બેભાન થઈને ઢળી પડતા તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ તમામની સારવાર ચાલી રહી છે. બીજી તરફ ગરમીને કારણે શાળાઓમાં રજા જાહેર કરવાની માંગણી ઉઠી છે. બેગુસરાયમાં વધી રહેલી […]

ગુજરાતઃ સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ, એક જ શિક્ષકવાળી 1606 પ્રાથમિક શાળાઓ

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે, ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી 1606 પ્રાથમિક શાળાઓ છે,જેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રી ડિંડોરે ઉમેર્યું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code