Site icon Revoi.in

અમેરિકાએ ભારતને 248 જેટલી પ્રાચિન વસ્તુઓ પરત સોંપીઃ 12મી સદીની મૂર્તિનો પણ સમાવેશ

Social Share

દિલ્હીઃ અમેરિકાએ ભારતને તાજેતરમાં જ 248 પ્રાચિન અમૂલ્ય વસ્તુઓ પરત સોંપી હતી. જેની કિંમત લગભગ રૂ. 110 કરોડની આસપાસ હોવાનું જાણવા મળે છે. આ તમામ વસ્તુઓમાં લગભગ 12મી સદીની નટરાજની કાંસ્ય મૂર્તિનો પણ સમાવેશ થાય છે. આ અસાધારણ વસ્તુઓ છેલ્લા એક દાયકામાં પાંચ અલગ-અલગ આરોપીઓ પાસેથી જપ્ત કરાઈ હતી.

મૈનહટ્ટનના ડિસ્ટ્રીર્ટ એટર્ની સાએ વેન્સ જુનિયરએ એક નિવેદનમાં કહ્યું છે કે, આ વસ્તુઓ પ્રાચીન અને આધુનિક ભારત વચ્ચેના એક કાલાતીન સાંસ્કૃતિ અનો લૈકિક પુલની જેમ છે. ભારતના મહાવાણિજ્યદૂત રણધીર જયસ્વાલ અને અમેરિકાના હોમલેંડ સિક્યોરિટી ઈન્વેસ્ટીગેશન ના ડેપ્યુટી સ્પેશિયલ એજન્ટ ઈન્ચાર્જ એરિક રોજેનબ્લેટની હાજરીમાં એક કાર્યક્રમમાં આ 248 વસ્તુઓ ભારતને પરત સોંપવામાં આવી છે. આ 248 વસ્તુઓ પૈકી 235 જેટલી વસ્તુઓ જેલમાં બંધ આર્ટ ડીલર સુભાષ કપુર પાસેથી જપ્ત કરાઈ હતી. આ તમામ ભારતની વ્યાપક સાંસ્કૃતિક વિરાસતનો હિસ્સો છે અને ભારતના લોકો હવે પાછી પરત જઈ રહી છે.

Exit mobile version