Site icon Revoi.in

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે આવતા મહિનાથી 5 થી 12 વર્ષના બાળકો માટે ઉપલબ્ધ થઈ શકે છે વેક્સિન

Social Share

 

દિલ્હીઃ-વિશ્વભરમાં કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે, દેસમાં વધતા કોરોનાના કેસો વચ્ચે ત્રીજી લહેરની સંભાવનાઓમાં બાળકો પર જોખમ હોવાની સંભાવનાઓ છે, ત્યારે કોરોનાના કેસો તથા ત્રીજી લહેરના ભય વચ્ચે આગામી મહિના સુધીમાં પાંચથી 12 વર્ષની વયના બાળકો માટે કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે.

બાળકોની વેક્સિનના અભિયાનમાં કાર્ય કરતા અધિકારીઓ એ આપેલી માહિતી પ્રમાણે આવતા મહિનાથી આ વેક્સિન આવી શકે  છે, આ વેક્સિન આવતા સાથે જ નાના બાળકો ઘરાવતા અનેક પરિવારોને રાહત મળશે કારણ કે અત્યાર સુધી રસી માત્ર 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો માટે ઉપલબ્ધ હતી.

આ મામલે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ભૂતપૂર્વ કમિશનર અને ફાઇઝર બોર્ડના સભ્ય ડો. સ્કોટ ગોટલીબે જણાવ્યું છે કે સગીર બાળકો માટે રસીઓ મંજૂર કરવા માટે ક્લિનિકલ ડેટાની ઝડપી સમીક્ષા કરવી  જરૂરી રહેશે. 31 ઓક્ટોબર સુધીમાં સગીર બાળકો માટે ફાઇઝરની રસીઓ તૈયાર થઈ જશે, આ વાત ગોટલીબે સીબીએસના ફેસ ધ નેશન પ્રોગ્રામ વખતે કહી હતી.

આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, ” ફાઇઝરે જે પ્રકારનો ડેટા એકત્ર કર્યો છે તેમાં મને વિશ્વાસ છે. ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલના બાળરોગના વચગાળાના વડા ડો.જેમ્સ વર્સાલોવિકે જણાવ્યું હતું કે તેઓ ઓક્ટોબર સુધીમાં સગીર બાળકો માટે રસીની મંજૂરીની શક્યતા અંગે ગોટલીબ સાથે સંમત છે. વર્સાલોવિકે જણાવ્યું હતું કે, અમે આ ટ્રાયલ્સને આગળ લઈ જવા માટે બધું કરી રહ્યા છીએ.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફાઇઝર અને મોર્ડેના બંને કંપનીઓ બાળકોમાં કોવિડ રસીની સલામતી, યોગ્ય ડોઝ અને અસરકારકતા પર ડેટા એકત્ર કરી રહી છે. રિપોર્ટ અનુસાર, કોવિડથી પીડિત બાળકોમાં પુખ્ત વયના લોકોની સરખામણીમાં હળવા લક્ષણો અથવા બિલકુલ ન હોવાની સંભાવના વધુ હોય છે. બાળકોને ગંભીર બીમારી થવાની, હોસ્પિટલમાં દાખલ થવાની અથવા રોગથી મૃત્યુ થવાની શક્યતા ઘણી ઓછી છે.