Site icon Revoi.in

અમદાવાદમાં કોવિશિલ્ડ વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ બનતા તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિન અપાશે

Social Share

અમદાવાદઃ ચીન સહિતના દેશોમાં કોરોનાના વધતા જતાં કેસને લીધે ભારત સરકારે પણ સાવચેતિ રાખવા લોકોને અપિલ કરી હતી. ત્યારે ગુજરાત સરકારે પણ જાહેર સ્થલો માસ્ક પહેરવા અને જે પણ લોકોને વેક્સિનનો પ્રિકોશન ડોઝ બાકી હોય તેને લેવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ અમદાવાદમાં વેક્સિનનો જથ્થો જ ઉપલબ્ધ નહોતો અને રાજ્ય સરકાર પાસે વેક્સિનની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ  અમદાવાદમાં કોવિશિલ્ડ વેક્સિન અને કો-વેક્સિનનો જથ્થો સરકાર તરફથી આપવામાં આવ્યો છે. 18 હજાર ડોઝ કોવિશિલ્ડ અને 25 હજાર ડોઝ કો-વેક્સિનના આપવામાં આવતા. તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિન આપવાનો પ્રારંભ શરૂ કરી દેવાયો છે.  જે પણ શહેરીજનોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે તે તમામ લોકો ડોઝ લઈ લે તેવી અપીલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાના સંભવિત સંક્રમણને અટકાવવા માટે લોકોને સાવચેત રહેવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી હતી. અને ઘણાબધા લોકોએ વેક્સિનનો બુસ્ટર ડોઝ લીધો નથી. તેમને વેક્સિન લેવાની પણ અપીલ કરવામાં આવી હતી. દરમિયાન અમદાવાદના શહેરીજનો મ્યુનિ.ના અર્બન હેલ્થ કેન્દ્રોમાં વેક્સિન લેવા માટે જતા હતા, પણ વેક્સિન ન હોવાથી પરત ફરવું પડતું હતું. આથી મ્યુનિ.ના સત્તાધિશોએ વેક્સિનનો જથ્થો ફાળવવા માટે સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. આખરે સરકારે વેક્સિનનો સ્ટોક ફાળવતા હવે શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિન આપવાનો પ્રારંભ શરૂ કરી દેવાયો છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરનાં તમામ વિસ્તારોમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનુ ઉત્પાદન અને વેચાણ અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ કામગીરી કરે છે. પરંતુ ફૂડ વિભાગ પાસે પાસે પુરતાં પ્રમાણમાં ફૂડ સેફ્ટી ઇન્સ્પેકટર જ નથી. કમિશનર દ્વારા ફૂડ ચેકિંગ કરવાના કડક આદેશ આપવામાં આવ્યા બાદ ચાર કર્મચારી ફૂડ વિભાગમાં ફાળવવામાં આવતાં ફૂડ વિભાગની કામગીરીમાં થોડી ઘણી ઝડપી કામગીરી થાય તેવું લાગી રહ્યું છે. શહેરીજનોને સ્વચ્છ અને શુધ્ધ ખાદ્યપદાર્થ મળી રહે તે માટે અલગ કરાયેલાં ફૂડ વિભાગ પાસે ફક્ત 11 જેટલાં ફૂડ સેફ્ટી ઇન્સ્પેકટર હોવાથી ખાદ્યપદાર્થનાં નમૂના લેવા અને તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવા વગેરેમાં કામગીરી થઇ શકતી નહોતી. મ્યુનિ.નાં 48 વોર્ડ પ્રમાણે ફૂડ વિભાગમાં 48 ફૂડ સેફ્ટી ઇન્સ્પેકટ પણ ઓછા હોવા જોઈએ. છતાં મ્યુનિ.સત્તાધીશોએ સોલીડ વેસ્ટ ખાતાનાં ચાર કર્મચારીઓને ફૂડ સેફ્ટી ઇન્સ્પેકટર તરીકે ફાળવ્યા છે.