- હરિયાણા સરકારનું એલાન
- શાળઆના પુસ્તકોમાં ગીતાના શ્લોકનો અભ્યાસ કરાવાશે
- પુસ્તકોમાં ગીતાના શ્લોક સામેલ કરાશે
ભારત દેશ સાંસ્કૃતિ વારસાથી ભરેલો દેશ છે, જ્યા રામાયણ અને મહાભારતની કથાથી લઈને અનેક ઘાર્મિક ગ્રંથોનું પઠવ કથન થતું હોય છે, ઘરમાં બાળકોને બાળપણથી આ બાબતે માહિતી આપવામાં આવે છે.ત્યારે હવે હરિયાણામાં શાળાના બાળકો પણ તેમના પુસ્તકોમાં ગીતાના શ્લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે
હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે વિતેલા દિવસે કહ્યું કે હવે શાળાના પુસ્તકોના અભ્યાસક્રમમાં ગીતાના શ્લોકો પણ સામેલ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ અંગેનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને આગામી સત્રથી આ પ્રામણે નો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. યમુનાનગરમાં રાજ્યના શિક્ષણ મંત્રી કંવરપાલ ગુર્જરે કહ્યું કે આનાથી લોકોને પ્રેરણા મળશે.
હરિયાણાના મુખ્યમંત્રીએ વ શનિવારે કહ્યું હતું કે આગામી શૈક્ષણિક સત્રથી રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓને ભગવદ ગીતાના શ્લોકો પાઠ કરવાનું શીખવવામાં આવશે. એક સત્તાવાર રીલીઝ મુજબ, મુખ્યમંત્રીએ કુરુક્ષેત્રમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે ગીતા સાથે જોડાયેલા શ્લોકો પાંચમા અને સાતમા ધોરણના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
સીએમ ખટ્ટરે માહિતી આપી છે કે વાર્ષિક આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવને વ્યાપક સ્તરે લેવા માટે આગામી વર્ષથી ગીતા જયંતિ સમિતિની રચના પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જ્યોતિસરમાં ગીતસ્થલી ખાતે બે એકર જમીનમાં રૂ.205 કરોડના ખર્ચે મહાભારત થીમ પર એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે. ખટ્ટરે કહ્યું કે રામલીલાની તર્જ પર આગામી વર્ષથી આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ દરમિયાન કૃષ્ણ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવશે.