Site icon Revoi.in

6 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી,જરૂર પડશે તો એ જ દિવસે મતગણતરી પણ કરવામાં આવશે

Social Share

દિલ્હી:રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે ત્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવી છે.ઉપરાષ્ટ્રપતિ માટે 6 ઓગસ્ટ 2022ના રોજ ચૂંટણી યોજાશે.જો કોઈ બિનહરીફ ચૂંટાય નહીં તો તે જ દિવસે મતદાન બાદ મતગણતરી કરવામાં આવશે.લોકસભા અને રાજ્યસભાના સાંસદો ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન કરે છે.

અગાઉ, ભારતના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે શાસક પક્ષ અને વિપક્ષના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. NDAએ મહિલા આદિવાસી નેતા દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદ માટે નામાંકિત કર્યા છે. જ્યારે વિપક્ષે યશવંત સિંહાને સંયુક્ત ઉમેદવાર બનાવ્યા છે.બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને હવે તેઓ પોતાના માટે સમર્થન મેળવી રહ્યા છે.

આ ચૂંટણી દેશના 16માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હશે.ઉપરાષ્ટ્રપતિ તરીકે વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2022 ના રોજ સમાપ્ત થાય છે.બંધારણની કલમ 68 મુજબ ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા આ પદ માટે ચૂંટણી યોજવી જરૂરી છે.બુધવારે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને અન્ય પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી.આ પછી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી.