Site icon Revoi.in

વાયરલ વીડિયોઃ- ચોકલેટને બેસનમાં બોળીને પકોડા બનાવાનો વીડિયો વાયરલ, જોઈને લોકોએ કહ્યું હવે તો હદ થઈ

Social Share

આજકાલ લોકો ફૂડના નામે અવનવા એક્સપ્રિમેન્ટ કરી રહ્યા છે,તાજેતરમાં જ એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં યુવતી ડેરી મિલ્કને આખે આખી બેસનના ખીરામાં ડિપ કરીને પકોડા બનાવી રહી છે.

સૌ કોઈને પ્રથમ વખત આ વીડિયો જોઈને નવાઈ તો લાગશે જ, કે વળી ડેરી મિલ્કના તો કઈ પકોડા હોતા હશે, પણ હા આ યુવતી પોતાના ફૂડ સ્ટોલ પર આ પકોડા વેચી રહી છે અને લોકો મસ્ત ચાઉ કરી રહ્યા છે. જો કે સોસિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો અવનવી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

આખી ડેરી મિલ્ક ખાવાની કંઈક મજા જ અલગ છે પણ જો તમને એજ ચોકલેટ ભજીયાના ખીરામાં બોળીને તળીને આપે તો તમને કેવું લાગશે? ચોક્કસ તમને ગુસ્સો આવશે જ, કે આ તો વળી કઈ ડેરી મિલ્ક ખાવાની રીત છે, બસ આ જ રીતે સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને ભડકી રહ્યા છે.

કેટલાક તો એમ પણ કહી રહ્યા છે કે આ વીડિયો જોઈને તો વોમિટ થઈ ગઈ, તો કોઈ કહી રહ્યું છે કે લાગે છે હવે દુનિયાનો અંત આવી ગયો છે, ઉલ્લેખનીય છે કે ફાસ્ટ ફૂડના નામે આજકાલ બજારામાં અખતરાઓ વધી ગયા છે,જે ટ્રેડિશનલ ડિશ હોય છે તેના પણ વધારાના શો શા કરીને ડિશનો મૂળ સ્વાદ જ બગાડી કાઢ્યો છે, મોટા ભાગની ડિશ ટ્રેડિશનલ નથી રહી ચીઝ,બટર જેવી વસ્તુઓ ઓવર લોડ કરીને લોકો સ્વાદના નામે પોતાની હેલ્થ સાથે ખિલવાડ કરી રહ્યા છે.જો કે આ વીડિયો 3.9 મિલિયન લોકોએ જોઈ લીધો છે

Exit mobile version