Site icon Revoi.in

કોરોનામાં રસીના બુસ્ટર ડોઝને લઈને WHOએ સમૃદ્ધ દેશોને કરી આ અપીલ

Social Share

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. એટલું જ નહીં કેટલાક ધનીક દેશો દ્વારા બુસ્ટર ડોઝની પણ તૈયારીઓ કરવામાં આવી છે. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કેWHO એ કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ થોડોક સમય માટે મુલત્વી રાખવાની અપીલ કરી છે. રસી ઉપલબ્ધતામાં વૈશ્વિક અસમાનતા ઘટાડવા માટે આ ખૂબ જ અગત્યનું પાસું છે.

ટેડ્રોસ એડેનોમે હંગેરિયન રાજધાની બુડાપોસ્ટમાં જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોના વિરોધી રસી પૂરક દાન કરવાની સંભાવના માટે ખૂબ ઉત્સુક છે. જ્યારે મહામારીના ઘણા દેશો તેમની વસતીના નાના ભાગોને રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે સમૃદ્ધ દેશો આ રસીઓનો મોટા પાયે સંગ્રહ કરી રહ્યા છે. તે યોગ્ય નથી. અન્ય જરૂરિયાતમંદ દેશો સાથે બુસ્ટર ડોઝ તરીકે ઉપયોગમાં લેવાતી રસીનો ડોઝ શેર કરવો જોઈએ. જેથી મોટી સંખ્યામાં લોકોને રસી આપી શકાય.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુકે અને ઈઝરાયલ સહિતના કેટલાક દેશોમાં કોવિડના બુસ્ટર ડોઝની તૈયારીઓ ચાલી રહી છે. એટલું જ નહીં અમેરિકામાં પણ રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા લોકોને ત્રીજો બુસ્ટર ડોઝ આપવાની વાતચીત ચાલી રહી છે. WHOના વડાએ અપીલ કરી છે. સમૃદ્ધ દેશોમાં અત્યાર સુધીમાં દર 100 લોકોને રસીનો લગભગ 100 ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે ઓછી આવક ધરાવતા દેશોમાં 100 વ્યક્તિઓ દીઠ માત્ર 1.5 ડોઝ આપવામાં આવ્યા છે.

Exit mobile version