Site icon Revoi.in

કોરોનાથી થતી મોત પર WHOએ કર્યો ખુલાસો

Social Share

દિલ્લી:  દેશમાં કોરોનાવાયરસના કેસ નોંધાવાની ગતિ ધીમી પડી છે. હવે દેશમાં જેટલા કોરોનાવાયરસના કેસ નથી આવતા તેનાથી વધારે સંખ્યામાં લોકો સ્વસ્થ થઈ રહ્યા છે જે તમામ લોકો માટે રાહતના સમાચાર છે. આવા સમાચારની વચ્ચે WHOએ ખુલાસો કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં કોરોનાવાયરસના સંક્રમણથી 30 લાખ લોકોના જીવ ગયા હોવા હોવાનું સામે આવ્યુ છે પરંતુ હકીકત કાંઈક અલગ છે.

WHOએ શુક્રવારે કહ્યું કે 2020માં દુનિયાભરમાં COVID-19 થી ઓછામાં ઓછા 30 લાખ લોકોના મોતનું અનુમાન છે, જે મૃતકોની સત્તાવાર સંખ્યા કરતાં બમણી છે. WHO એ કહ્યું કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપથી કોરોનાવાયરસથી જીવ ગુમાવનાર લોકોની સંખ્યા ખૂબ ઓછી બતાવવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર WHOની સહાયક મહાનિર્દેશક સમીરા અસ્માએ કહ્યું કે દુનિયાભરમાં મૃતકોની સંખ્યા બતાવવામાં આવેલા આંકડા કરતાં ઘણી વધુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પોતાની વિશ્વ સ્વાસ્થ્ય આંકડાકીય રિપોર્ટમાં કહ્યું કે 31 ડિસેમ્બર 2020 સુધી દુનિયાભરમાં આઠ કરોડ 20 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને 18 લાખથી વધુ લોકોના મોત થયા હતા, પરંતુ પ્રારંભિક અનુમાનના અનુસાર આ સંખ્યા ખૂબ વધુ છે.

બીજી તરફ WHOના પ્રમુખ તેડ્રોસ એડ્હનોમએ દુનિયાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જ્યાં સુધી રસીમાં વૈશ્વિક અસમાનતા બની રહેશે, ત્યાં સુધી કોરોનાથી લોકોના મોત થતા રહેશે. તેમણે કહ્યું કે વેક્સિનેશનની ગતિ વધારવાની સાથે-સાથે એ પણ જરૂરી છે કે તમામ દેશો સુધી વેક્સીન પહોંચે. વિશ્વ સ્વાસ્થ્ય મહામારી વચ્ચે સંગઠન આગામી અઠવાડિયે 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભાનું આયોજન કરવાને તૈયારી કરી રહ્યું છે.

Exit mobile version