Site icon Revoi.in

સંસદના શિયાળા સત્રનો આરંભ થશે 7મી ડિસેમ્બરથી –  આ દરમિયાન 13 દિવસમાં કુલ 17 બેઠકો યોજાશે

Social Share

દિલ્હીઃ-  સંસદનું શિયાળું સત્ર 7મી ડિસેમ્બરના રોજથી આરંભ થવા જઈ રહ્યું છે આ બાબતને લઈને કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ શુક્રવાર જાણકારી આપતા કહ્યું કે સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે.

આ બાબતને લઈને મંત્રીએ  ટ્વીટ  પણ કર્યું છે અને  કહ્યું કે, ‘સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન 23 દિવસમાં 17 બેઠકો થશે. અમૃત કાલ સત્ર દરમિયાન કાયદાકીય કાર્ય અને અન્ય મુદ્દાઓ પર ચર્ચાઓ કરવાની સંભાવનાઓ છે.

ઉલ્લેખનીય છે કે  પહેલું સત્ર હશે જ્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર રાજ્યસભામાં કાર્યવાહીનું સંચાલન કરશે. સરકાર આગામી સત્ર દરમિયાન પસાર થવાના બિલોની યાદી તૈયાર કરશે, જ્યારે વિપક્ષ તાકીદની બાબતો પર ચર્ચાની માંગ કરશે. 18 જુલાઈથી શરૂ થયેલું ચોમાસું સત્ર 8 ઓગસ્ટે સ્થગિત કરવામાં આવ્યું હતું.ત્યારે હવે શિયાળું સત્ર 7મી ડિસેમ્બરથી યોજાવા જઈ રહ્યું છે.