Site icon Revoi.in

સંસદનું શિયાળું સત્ર નક્કી કરેલા સમય 29 ડિસેમ્બર કરતા પહેલા જ થશે પૂર્ણ – શુક્રવારના રોજ સત્રનું થઈ શકે છે સમાપન

Social Share

દિલ્હીઃ- હાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે જો કે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સત્ર નક્કી કરેલા સમય કરતા પહેલા પૂર્મ થવા જઈ રહ્યું છે.જાણકારી અનુસાર સંસદના બંને ગૃહોમાં ચાલી રહેલા હંગામાની સ્થિતિ વચ્ચે વચ્ચે આ માહિતી સામે આવી છે કે સંસદનું શિયાળુ સત્ર આમ  29 જિસેમ્બરે પૂર્ણ થવાનું હતું જો કે હવે તે શુંક્રવારે એટલે કે  23 ડિસેમ્બરે સમાપ્ત થઈ શકે છે.

જાણકારી અનુસાર  આ નિર્ણય વ્યાપાર સલાહકાર સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો, જે લોકસભા અને રાજ્યસભાના કાર્યક્રમો નક્કી કરે છે અને જેનું નેતૃત્વ લોકસભાના સ્પીકરે કરતા હોય છે.

મળતી માહિતી પ્રમાણે ઘણા વિપક્ષી નેતાઓએ સરકાર અને લોકસભાના સ્પીકરને ક્રિસમસ અને નવા વર્ષની તહેવારોની મોસમને ટાંકીને શિયાળુ સત્ર વહેલું સમાપ્ત કરવા વિનંતી કરી હતી.જેને લઈને આ સત્રનું સમાપન વહેલું કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થયું હતું અને આ દરમિયાન ભારે હંગામો થયો હતો, જેના કારણે બંને ગૃહોની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી. હાલ પણ ચીન સાથેની તણાવની જે સ્થિતિ સર્જા છે જેને લઈને વિરોધ પક્ષે હંગામો મચાવ્યો છે.