Site icon Revoi.in

વર્લ્ડ બેંકે 2023-24માં ભારતની વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 6.3 ટકા કર્યું

Social Share

મુંબઈ : ભારતનો જીડીપી વૃદ્ધિ 2023-24માં વપરાશમાં કમી આવવાને કારણે ધીમી પાડીને 6.3 ટકા રહેવાની શક્યતા છે, જે અગાઉના 6.6 ટકાના અંદાજથી નીચે છે. વિશ્વ બેંકે મંગળવારે એક રિપોર્ટમાં આ વાત કહી હતી.

વર્લ્ડ બેંકે તેના ઈન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં જણાવ્યું છે કે વપરાશમાં ધીમી વૃદ્ધિ અને પડકારજનક બાહ્ય પરિસ્થિતિઓ વૃદ્ધિને અવરોધે તેવી શક્યતા છે

તેમાં કહેવામાં આવ્યું છે કે, “આવકમાં ધીમી વૃદ્ધિ અને મોંઘી લોનની અસર ખાનગી વપરાશ વૃદ્ધિ પર પડશે. મહામારીને લગતા નાણાકીય સહાયના પગલાં પાછા ખેંચવાને કારણે સરકારી વપરાશ પણ ધીમો થવાની ધારણા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ ખાતાની ખાધ 2023-24માં ઘટીને 2.1 ટકા થઈ શકે છે, જે ત્રણ ટકા હતી. ફુગાવા અંગેના વિશ્વ બેંકના અહેવાલમાં જણાવાયું છે કે તે હમણાં જ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં 6.6 ટકાથી ઘટીને 5.2 ટકા રહેવાનો અંદાજ છે.

વિશ્વ બેંકના અર્થશાસ્ત્રી ધ્રુવ શર્માના જણાવ્યા મુજબ, યુએસ અને યુરોપના નાણાકીય બજારોમાં તાજેતરની ઉથલપાથલ ભારત સહિત ઊભરતાં બજારોમાં ટૂંકા ગાળાના રોકાણના પ્રવાહ પર જોખમ ઊભું કરે છે. વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓના મતે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતની સેવાઓની નિકાસ વિક્રમી ઊંચી સપાટીએ પહોંચી છે. આનાથી અર્થતંત્રને બાહ્ય જોખમો સામે બચવામાં મદદ મળશે,કારણ કે વૈશ્વિક અર્થવ્યવસ્થા ધીમી પડતાં દેશની વેપારી નિકાસને અસર થવાની ધારણા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સર્વિસ સેક્ટરની નિકાસ હવે માત્ર IT સેવાઓ દ્વારા નહીં, પરંતુ કન્સલ્ટન્સી અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવી વધુ આકર્ષક દરખાસ્તો દ્વારા પણ ચાલે છે.