Site icon Revoi.in

100 કરોડ વેક્સિનના ડોઝ લોકોને આપવામાં આવ્યા, વિશ્વભરના નેતાઓએ ભારતને આપ્યા અભિનંદન

Social Share

દિલ્લી: ભારતમાં વેક્સિનેશન જે સ્પીડમાં થયું છે તેની હવે વિશ્વ નોંધ લઈ રહ્યું છે. ભારતમાં લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં 100 કરોડ લોકોને વેક્સિન મળી છે. ભારત માટે આ એક નવી અને મોટી સિદ્ધી છે અને વિશ્વના દેશો માટે એક સંદેશ કે જો સરકાર દ્વારા યોગ્ય રીતે કામ કરવામાં આવે તો મોટામાં મોટા કામને પણ સરળતાથી પાર પાડી શકાય છે.

હાલ આ મુદ્દે કેટલાક દેશોના નેતાઓના ટ્વિટ છે જે ભારતને અભિનંદન આપવા માટે કરવામાં આવ્યા છે.

સૌથી પહેલા છે ભૂતાન – જે આપડો પાડોશી દેશ છે અને તેણે ભારતને 100 કરોડ લોકોને વેક્સિન મળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

શ્રીલંકા સાથે પણ છેલ્લા કેટલાક સમયથી ભારતના સંબંધ સુધરી રહ્યા છે ત્યારે તે દેશના નેતા મહિન્દા રાજપક્ષાએ પીએમ મોદીને ટેગ કરીને ટ્વિટ કર્યું હતું અને ભારત દેશને અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉપરાંત કેટલાક દેશોના નેતાના ટ્વિટ છે જેને લાઈનપ્રમાણે નીચે મુકવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતને અભિનંદન અમેરિકા, ઈઝરાયલ, શ્રીલંકા, તાઈવાન જેવા તમામ મોટા દેશ દ્વારા આપવામાં આવ્યું છે.