Site icon Revoi.in

આજથી વર્લ્ડ કપનો આરંભઃ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે બપોરે ઈગ્લેન્ડ અને ન્યુઝિલેન્ડ વચ્ચે થશે ટક્કર

Social Share

અમદાવાદઃ- આજરોજ 5 ઓક્ટોબરને ગુરુવલારથી અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023નો શુભ આરંભ થઈ રહ્યો છે ક્રિકેટ પ્રેમીઓના ઈંતઝારનો આજે બપોરે અંત આવશે જો કે આજે પ્રથમ મેચમાં ઈન્ગલેન્ડ સાને ન્યુઝિલેન્ડની ચક્કર જોવા મળશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વર્લ્ડ કપ 2023 હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ અને ન્યુ ઝિલેન્ડ વચ્ચેની મેચથી શરુ આત  થવા જઈ રહી. આ બંને ટીમો 2019 ના વર્લ્ડ કપ ફાઇનલમાં એકબીજા સાથે રૂબરૂ હતી. આવી સ્થિતિમાં, બંને ટીમો આ મેચ જીતવા એકબીજાને કાટાની ટચક્કર આપતી જોવા મળે તો નવાઈની વાત નહી હોય.

જો કે, ન્યુઝીલેન્ડના સ્ટાર પ્લેયર કેન વિલિયમસન આ મેચ માટે રમતા ઇલેવનનો ભાગ નથી. આ સિવાય, બેન સ્ટોક્સ વિશે હજી કંઇ પુષ્ટિ થઈ નથી, પછી ભલે તે ટીમનો ભાગ હશે કે નહીં.

જો આ મેચના શએડ્યુએલની વાત કરીએ તો આજરોજ આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. વર્લ્ડ કપ 2023 ની શરૂઆત પહેલાં કોઈ ઉદઘાટન સમારોહ  યોજાવાનો નથી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની મેચ માટે ટોસ બપોરે 1:30 વાગ્યે  ઉછાળવામાં આવશે.

અહીં જોવા મળશે વર્લ્ડકપની મેચ

વર્લ્ડ કપ 2023 ની તમામ મેચ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પર જોઇ શકાય છે. આ સિવાય, મેચનું લાઇવ સ્ટ્રીમિંગ હિઝની હોટસ્ટાર પર ઉપલબ્ધ રહેશે.