Site icon Revoi.in

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદીર આવતીકાલ થી દર્શનાર્થીઓ માટે બંધ

Social Share

રાજકોટઃ કોરોનાના વધતા સંક્રમણને પગલે હવે બજારોની સાથે મંદિરો પણ બંધ થવાની કગાર પર છે.વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથના પણ દ્વાર આવતીકાલથી બંધ થઇ જશે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કર્ફ્યું હતું.બાદમાં રૂપાણી સરકારે 20 શહેરોમાં રાત્રી કર્ફ્યુંની જાહેરાત કરી હતી. ત્યારે અનેક ગામડાઓમાં અને શહેરમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણય લઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સોરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ આવતીકાલથી એટલે કે 11 એપ્રિલથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જ્યાર સુધી અન્ય નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી આ નિર્ણય અમલમાં રહેશે.

સોમનાથ ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાણ – ગીતામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.ભાવિકો માટે સોશિયલ મીડિયાના માધ્યમથી આરતી-દર્શન વગેરે યથાવત રહેશે. ભક્તો સોમનાથ દાદાના ઓનલાઇન જ દર્શન કરી શકશે.પરંતુ કોઈપણ ભાવિક મંદિરમાં પ્રવેશ કરી શકશે નહીં.

જો કે,છેલ્લા ત્રણ-ચાર મહિનામાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછુ થયું હતું. તેથી મંદિરોના દ્વાર ખુલ્યા હતા.તો હવે જાણકારો માની રહ્યા છે.કે ફરીવાર મંદિરના દ્વાર ભક્તો માટે ત્યારે ખુલશે.જયારે સંક્રમણ ઓછુ થશે.

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સામેની લડાઈમાં વેક્સીનેશન પ્રકિયા ખૂબ ઝડપી કરવામાં આવી છે.અને વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં સરકાર વેક્સીનેશન પ્રકિયાને વધુ તેજ કરી શકે છે. (દેવાંશી)