Site icon Revoi.in

વિશ્વના સૌથી મોટા જંગલ “અમેઝોન”માં આગ યથાવતઃઅનેક પશુઓના મોત

Social Share

સમગ્ર દુનિયાને 20 ટકા ઓક્સિજન પ્રદાન કરતું એમેઝોન જંગલ લગભગ 2 અઠવાડિયાથી સળગી રહ્યું છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝિલમાં વિશ્વનું સૌથી મોટું વરસાદનું વન ગણાતું અને પૃથ્વીના ફેફસાં તરીકે જાણીતા આ જંગલમાં આગ ક્ષમવાનું નામ નથી લઈ રહી.

.આ વર્ષે અહીં આગની અનેક ઘટનાઓ ઘટી હતી. પરંતુ, હાલ બે અઠવાડિયા પહેલા લાગેલી આગને કારણે વિનાશનું દ્રશ્ય વધુ ભયાનક બની રહ્યું છે. આ આગ લાગવાના કારણે એમેઝોન, રોડાંનિયા અને સાઓ પાઓલોમાં અંધકાર ફેલાયો છે, આ સ્થળોએ લાગેલી આગથી બ્રાઝિલના 2700 કિલોમીટરના વિસ્તારમાં તેની અસર થયેલી જોવામળી છે.

દુનિયાભરના લોકો  સોશિયલ સાઇટ્સ પર ફોટા અને વીડિયો શેર કરી રહ્યાં છે. આ ઉપરાંત સરકારને તેને બૂઝાવવા માટે અપીલ કરી રહ્યા છે અને પશુ-પ્રાણીઓ માટે પ્રાર્થના કરી રહ્યા છે. બ્રાઝિલના સ્થાનિક લોકોએ મીડિયા સામે નારાજગી વ્યક્ત કરી છે. કારણ કે તેમના જણાવ્યા પ્રમાણે આ આગ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં શરૂ થઈ હતી પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયાઓ એ  આ સમાચારને જરાપણ મહત્વ આપ્યું ન હતું.

અંતરીક્ષ  સ્પેસ સ્ટેશનથી મળી રહેલા ફોટોસ મુજબ  ગયા વર્ષે એમેઝોનના જંગલોમાં લાગેલી આગની ઘટનાઓમાં 83 ટકાનો વધારો થયો છે. આને કારણે અહીં પ્રદૂષણનું સ્તર દધી રહ્યું છે ને તે જોખમરુપ સાબિત થઈ શકે છે. આ વર્ષની શરૂઆતથી એમેઝોનના જંગલોમાં 73 હજારથી પણ વધુ વખત આગ લાગી ચુકી છે.

ટ્વિટર પર #PrayforAmazonas ટ્રેંડ ચાલી રહ્યો છે,લોકો આ માધ્યમથી બ્રાઝિલની સરકાર અને આંતરાષ્ટ્રીય સંસ્થાઓથી અપીલ કરી રહ્યા છે કે  મેઝોનના જંગલોને બચાવવા માટે કઈક કરો, આ મુદ્દે અત્યાર સુધી 2 લાખ 30 હજારથી પમ વધુ ટ્વિટ આવી ચુક્યા છે

બ્રાઝિલના રાષ્ટ્રપતિ, જાએર બોલ્સોનારોએ, એમેઝોનના જંગલો કાપવાના આંકડા વચ્ચે, તેની સાથે જોડાયેલા એજન્સીના પ્રમુખને નિકાળી કાઢ્યા  છે. ત્યારે સંરક્ષણવાદીઓએ આ ઘટના માટે બોલ્સોનારોને દોષી ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે બોલ્સોનારો લોકો અને ખેડુતોને જમીન ખાલી કરવા માટે ઉક્સાવી  રહ્યા છે.

જંગલમાં લાગેલી આગને કારણે જંગલની પ્રાણીઓ ના મોત પર મોત થઈ રહ્યા છે, ઘણા લોકોએ મૃત પ્રાણીઓના ફોટો પણ ટ્વીટ કર્યા છે જ્યારે આગ લાગવાના કારણે ઘાયલ થયેલા ઘણા પ્રાણીઓના ફોટા પણ બહાર આવ્યા છે.એમેઝોનના જગંલ 55 લાખ ચોરસ કિમીના ક્ષેત્રમાં ફેલાયેલું છે. તે યુરોપિયન યુનિયનના દેશો કરતા ક્ષેત્રમાં લગભગ દોઢગણું ગણો મોટું છે.

એમેઝોનને વિશ્વના ફેંફડા ગણવામાં આવે છે, કારણ કે દુનિયાભરમાં 20 ટકા ઓક્સિઝન આ જગંલ પુરુ પાડે છે,આ જંગલમાં 16 હજારથી પણ વધુ જાતના વૃક્ષો જોવામળે છે, અંદાજે 39 હજાર કરોડની સંખ્યામાં અહિ વૃક્ષો આવેલા છે ત્યારે 25 લાખથી પણ વધુ અલગ અલગ પ્રકારના  જીવજંતુઓ જોવામળે છે,આ જંગલોમાં 400 થી 500 સ્વદેશી અદિવાસી જાતી વસવાટ કરે છે, જેમાંથી 50 ટકા આદિવાસીઓ તો બહારની દુનિયા પણ નથી જોઈ અને બહારની દુનિયાના કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં નથી આવ્યા.