Site icon Revoi.in

હાથમાં કંગન પહેરવાની ફેશન પાછળ પણ છે અનેક ઘાર્મિક અને વૈજ્ઞાનિક કારણો, જાણો મહિલાઓ શા માટે પહેરે છે કંગન

Social Share

 

મહિલાઓ માટે મંગલસુત્ર, પાયલ અને હાથની બંગળીનું ખૂબ જ મહત્વ હોય છે, ટ્રેડિશનલ લૂકમાં મહિલાઓની સુંદરતામાં બંગળી ઓર વધારો કરે છે, જો કે બંગળી પહેરવા માટે પરંપરા સહીત અનેક કારણો છે, જેમાં કાચની બંગળીને  સૂહાગનની નિશાની માનવામાં આવે છે, આજે પણ જ્યારે કન્યાના લગ્ન હોય ત્યારે સાસરી પક્ષમાંથી છાબમાં શગૂન તરીકે લાલ અને લીલી બંગળી મૂકવાની પ્રથા ઘણા પરિવારોમાં જોવા મળે છે.

બંગડીઓને મહિલાઓના શૃંગારનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો પરિણીત મહિલા લગ્ન પછી કાચની બંગડીઓ ન પહેરે, તો તેના પતિની ઉંમર ઓછી થઈ જાય છે. પરંતુ તે ખરેખર સાચું છે? ચાલો જાણીએ…જો કે આ બધી તો માન્યતાઓ છે પરંતુ તેના બીજા પણ ઘણા કારણો છે કે જેના કારણે મહિલાઓ બંગડી પહેરે છે.

જાણો મહિલાઓ માટે કાચની બંગડીનું મહત્વઃ- આપણા હિન્દુ ધર્મમાં, મહિલાઓ અને રાણીઓના શણગારમાં બંગડીઓનો ઉપયોગ  પ્રાચીનકાળથી થતો આવ્યો છે. વૈદિક કાળથી તે મહિલાઓના સોળ શણગારમાં સામેલ છે. ખાસ કરીને બંગડીઓનું દાન કકરવું પણ શુભ માનવામાં આવે છે. તેનાથી ગ્રહોને શાંતિ મળે છે. ઉદાહરણ તરીકે, લીલી બંગડીઓનું દાન કરવાથી બુધ ગ્રહ શાંત થાય છે.આ બધા બંગળી પહેરવા પાછળના ધાર્મિક કારણો છે.

બંગડી પહેરવાના કેટલા કેટલાક વૈજ્ઞાનિક કારણો પણ છે

આ સાથે જ ધાર્મિક માન્યતા મુજબ જોવામાં આવે તો બંગડી પહેરવાથી ધાર્મિક માન્યતાઓનું પણ સન્માન જળવાઈ તો રહે જ છે. વળી બંગડી પહેરવાથી મહિલાઓની સુંદરતામાં પણ વધારો થઇ જાય છે. એટલા માટે હાથમાં બંગડી પહેરવી સુંદરતા માટે ખૂબ જ સારું શૂભ અને ખાસ માનવામાં આવે છે.