Site icon Revoi.in

આફ્રીકન દેશમાં આવેલું છે એક અજીબો ગરીબ તળાવ, જેનું પાણી પીતાની સાથે જ પશુજીવ પત્થર બની જાય છે

Social Share

આ દુનિયામાં એકથી અનેક વધુ સુંદર તળાવો આવેલા છે, જેની સુંદરતા લોકોને મોહિત કરે છે, પરંતુ શું તમે જાણો છો.  વિશ્વમાં એક એવું પણ તળાવ છે, તેના સંપર્કમાં આવતા જ પ્રાણીઓ પથ્થર બની જાય છે. જો કે, આ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કારણ કે કેટલીક જૂના ફોટો આ જ વાત કહે છે. હા, નેટ્રોન નામનું આ તળાવ ઉત્તરી તાન્ઝાનિયામાં આવેલું છે.આફ્રિકન દેશ ઉત્તરી તાંઝાનિયામાં આવેલા નેત્રન તળાવ વિશે કહેવાય છે કે આ સરોવરના સંપર્કમાં આવવાથી તમામ જીવો પથ્થર બની જાય છે. 

વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, નેટ્રોન તળાવમાં આલ્કલાઇન પાણી 10.5 નું pH ધરાવે છે અને તે એટલું કોસ્ટિક છે કે તે પ્રાણીઓની ત્વચા અને આંખોને બાળી નાખે છે.પાણીની ક્ષારતા સોડિયમ કાર્બોનેટ અને અન્ય ખનિજોમાંથી આવે છે જે આસપાસની ટેકરીઓમાંથી તળાવમાં વહેતી હોય છે.આ તળાવના પાણીમાં મીઠા અને સોડાનું પ્રમાણ ઘણું વધારે છે જે પશુઓના મૃ્ત શરીરને સારુ રાખે છે.

પૂર્વ આફ્રિકામાં ગાયબ થઈ રહેલા પ્રાણીઓ પર લખાયેલા પુસ્તક ‘એક્રોસ ધ રેવેજ્ડ લેન્ડ’માં કહેવામાં આવ્યું છે કે તળાવમાં અત્યંત પ્રતિબિંબિત પ્રકૃતિએ તેમને ગેરમાર્ગે દોર્યા, પરિણામે તેઓ પથ્થર બની ગયા. તળાવનું તાપમાન પણ 60 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ તત્વ પાણીમાં પણ જોવા મળ્યું હતું જે જ્વાળામુખીની રાખમાં છે. આ તત્વનો ઉપયોગ ઇજિપ્તવાસીઓ દ્વારા મમીના રક્ષણ માટે કરવામાં આવતો હતો.જેથી મૃત પશુઓ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.