Site icon Revoi.in

અમિતાભ બચ્ચનની આ સ્ટાઈલ પાછળ જોડાયેલી છે રોચક કહાની, જાણો

Social Share

મુંબઈઃ બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે અને અવાર-નવાર પોતાની જીંદગી અને ફિલ્મો સાથે જોડાયેલા કિસ્સાઓ શેર કરે છે. અમિતાભ બચ્ચને એક ફિલ્મમાં શર્ટના તમામ બટન બંધ કરવાની જગ્યાએ ગાંઠ મારીને બાંધ્યો હતો. આ સ્ટાઈલ તેમના પ્રસંશકોમાં ખુબ ફેમશ થઈ હતી. જો કે, આ સ્ટાઈલ બચ્ચનને મજબુરીમાં અપનાવી હતી. આ અંગે મિલેનિયમ સ્ટાર અમિતભાવ બચ્ચને સોશિયલ મીડિયામાં વિસ્તારથી પોતાના પ્રશંસકોને જણાવ્યું છે.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે. આ ફોટો એક ફિલ્મના શૂટીંગ દરમિયાનનો છે. અમિતાભ બચ્ચને બ્લ્યુ રંગનો શર્ટ અને સફેદ પેન્ટ પહેરી છે. જ્યારે શર્ટને તેમણે આગલથી બાંધેલો છે. આ સ્ટાઈલ જે તે સમયે ખુબ લોકપ્રિય થઈ હતી. હવે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને શર્ટ બાંધવા પાછળનો કિસ્સો જાહેર કર્યો છે.

અમિતાભ બચ્ચન જ્યારે સેટ ઉપર પહોંચ્યાં ત્યારે તેમની શર્ટ લાંબી હતી. જેતી તેમણે આ સ્ટાઈલ અપનાવી અને જે લોકોમાં જાણીતી બની હતી. અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, એ દિવસો હતા મારા દોસ્તો…. અને ગાંઠ મારેલો શર્ટ… તો વાત જાણે એમ હતી કે, શૂટીંગનો પ્રથમ દિવસ હતો.. શોર્ટ તૈયાર હતો… અચાનક ખબર પડી કે, શર્ટ તો ખુબ લાંબો છે… ઘુંટણ સુધી આવતો હતો… નિર્દેશકને બીજા શર્ટ માટે અને અભિનેતાને બદલવાનો ઈંતજાર કરી શકતા ન હતી. એટલે એક ગાંઠ બાધી દીધી… તો જોયુ આ સ્ટાઈલ કેવી રીતે લોકપ્રિય થઈ..

Exit mobile version