Site icon Revoi.in

વોટના બદલામાં નોટ પર સાંસદોને રાહત નહીં, જૂનો ચુકાદો પલટતા સુપ્રીમ કોર્ટ કહ્યું ઘૂસણખોરીની છૂટ નથી

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે નોટના બદલામાં વોટ આપવાના મામલામાં સાંસદોને કોઈપણ પ્રકારની છૂટથી ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે સોમવારે આ ચુકાદો આપ્યો છે. આ પ્રકારે સુપ્રીમ કોર્ટે પોતાના જ જૂના ચુકાદાને પલટી નાખ્યો છે. સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ-105ને ટાંકતા કહ્યું છે કે ઘૂસણખોરીના મામલામાં સાંસદોને પણ કઈ રાહત આપી શકાય નહીં. 1993માં નરસિમ્હારાવ સરકારના સમર્થનમાં વોટ કરવા માટે સાંસદોને લાંચ આપવાનો આરોપ લાગ્યો હતો.

આના પર 1998માં 5 જજોની ખંડપીઠે 3-2ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે સંસદમાં જે પણ કાર્ય સાંસદ કરેછે, તે તેમના વિશેષાધિકારમાં આવે છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે વિશેષાધિકારની આ વ્યાખ્યાને જ બદલી નાખી છે. ખંડપીઠે કહ્યું છે કે અનુચ્છેદ-105 સામાન્ય નાગરિકોની જેમ જ સાંસદો અને ધારાસભ્યોને પણ લાંચખોરીની છૂટ આપતો નથી.

1998ના ચુકાદામાં બંધારણીય ખંડપીઠે કહ્યું હતું કે સંસદમાં જો કોઈ કાર્ય થાય છે, તો તે સાંસદોનો વિશેષાધિકાર છે અને તેના પર કેસ ચાલી શકતો નથી. પરંતુ હવે આ રાહતને કોર્ટે નવા ચુકાદામાં પાછી લઈ લીધી છે.

આ ચુકાદા મુજબ, જે વોટના બદલે સાંસદ લાંચ લે છે, તો તેના પર પણ સામાન્ય નાગરિકોની જેમ જ કેસ ચાલશે. ભલે તેમમે સંસદમાં સવાલ પુછવા માટે જ લાંચ કેમ ન લીધી હોય.